<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જર્મનીમાં માથા ફરેલા અફઘાન યુવકે કાર વડે 28 લોકોને કચડી નાખ્યા:અનેકની હાલત ગંભીર

આરોપીની ધરપકડ:હડતાળમાં લોકો કરી રહ્યા દેખાવો ત્યારે આ ઘટના બની

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ હુમલાનું પુનરાવર્તન યુરોપિયન દેશ જર્મનીમાં થયું છે. એક પાગલ યુવાન પોતાની હાઇ સ્પીડ કારથી લોકોના ટોળા પર દોડી ગયો. આ ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને જર્મનીમાં આશ્રય માંગી રહ્યો હતો. કાર દ્વારા ડઝનબંધ લોકોને કચડી નાખવાની ઘટના પર બાવેરિયાના ગવર્નરે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ એક હુમલો છે. તમને જણાવી દઈએ કે જ્યારે અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ ટ્રક લઈને લોકો પર કચડી નાખ્યો હતો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. બાદમાં તેને આતંકવાદી ઘટના જાહેર કરવામાં આવી.

મળતી માહિતી મુજબ, મ્યુનિકમાં સવારે લગભગ 10:30 વાગ્યે કારથી ડઝનબંધ લોકોને કચડી નાખવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. યુનિયનનો વિરોધ ચાલી રહ્યો હતો અને તેમાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યારે એક યુવક તેજ ગતિએ કાર ચલાવતો આવ્યો અને લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે.

 

(10:31 PM IST)