<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

મણિપુરમાં CRPF જવાને પોતાના કેમ્પમાં ગોળીબાર કર્યો: 2 જવાનોના મોત : 8 ઘાયલ

ઘટના ગુરુવારે રાત્રે લગભગ ૮.૨૦ વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્ફેલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની

મણિપુરમાં, એક CRPF જવાને પોતાના કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી. આ ગોળીબારમાં બે સૈનિકો માર્યા ગયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ ૮.૨૦ વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્ફેલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર ૧૨૦મી બટાલિયનનો હવાલદાર હતો

  કેમ્પમાં ગોળીબાર બાદ સૈનિકે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં ઘાયલ થયેલા સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે

(10:36 PM IST)