ભારતમાં છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો :૧૮૦ દેશો માંથી ૯૬મુ સ્થાન
ડેનમાર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર. બીજા નંબરે ફીનલેન્ડ અને ત્રિજા નંબરે સિંગાપુર

નવી દિલ્હી: ભારતમાં ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. દેશમાં દિન-પ્રતિદિન ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. કરપ્શન પર્સેન્ટાઇલ ઇન્ડેક્સ (સીપીઆઈ) દેશની ભ્રષ્ટાચાર સંબંધિત સમગ્ર સ્થિતિને માપે છે, જે મુખ્યત્વે સરકારી અને જાહેર સંસ્થાઓમાં ભ્રષ્ટાચારના સ્તર પર આધારિત હોય છે. હાલમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા (મંગળવારે) કરપ્શન પર્સેન્ટાઈલ ઇન્ડેક્સ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ભ્રષ્ટાચારના મામલામાં ભારતને ૧૮૦ દેશો માંથી ૯૬મુ સ્થાન પ્રાપ્ત થયું છે,જેમાં ભારતના રેન્કિંગમા નોંધપાત્ર ઘટાડો થયો છે. ભ્રષ્ટાચારના મામલે વર્ષ-૨૦૨૩ માં ભારતનો સ્કોર ૩૯ હતો, જે ઘટીને હવે ૩૮ પર પહોંચી ગયો છે. આ ઘટાડાને લીધે દેશમાં જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના સ્તરમાં નજીવો વધારો થયો છે. આ રેન્કિંગમાં ડેનમાર્ક પ્રથમ સ્થાન પર છે. ડેનમાર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે, ત્યાર પછી બીજા નંબરે ફીનલેન્ડ અને ત્રિજા નંબરે સિંગાપુર આવે છે. આ ત્રણ દેશો પારદર્શક વહીવટ માટે જાણીતું છે. સૌથી ભ્રષ્ટ દેશોમાં પ્રથમ સ્થાને સાઉથ સુદાન આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
