<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

અમેરિકાની ટેરિફ વૉર - ભારતનો સામનો

અસરોને ખાળવા ભારત સરકાર યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુક્ત વેપાર કરાર અંગે વાટાઘાટો કરી કરાર કરશે

 ટ્રમ્પ અમેરિકાના માલ સામાન ઉપર ઊંચી ટેરિફ ધરાવતા દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર વળતા ટેરિફ જાહેર કરવા યોજના ધરાવે છે. અમેરિકા દ્વારા શરૂ કરાયેલી  ટેરિફ વૉરને કારણે વિશ્વના બજારો ખોવાઈ શકે છે, જે  વૈશ્વિક વેપારમાં મોટી ચિંતાનો વિષય બન્યો છે. ટ્રમ્પથી આકરી વેપાર નીતિ (ટ્રેડ વૉર) ની  અસરોને ખાળવા ભારત સરકાર યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુક્ત વેપાર કરાર અંગે વાટાઘાટો કરી કરાર કરશે. મુક્ત વેપાર કરારના કિસ્સામાં ભાગીદાર દેશો વચ્ચે ડ્યુટીના દર નીચા રહેશે. તેનાથી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં મુક્ત વેપાર કરાર એક સાનુકૂળ શાસ્ત્ર હોવાનું મનાય છે. વેપાર કરારને કારણે વેપાર મર્યાદાઓ દૂર થઈ શકે છે, અને ભાગીદાર દેશોને સરળ બજાર જોડાણો મળી રહેશે.

(12:03 AM IST)