તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 14th February 2025
કોવિડ પહેલા શી જિનપિંગ સાથેના મારા સંબંધો...ચીન સાથેના સંબંધો પર યુએસ પ્રમુખ ટ્રમ્પે શું કહયું ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સરહદ વિવાદ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહયું છે કે જો તેઓ મદદ કરી શકે તો તેઓ ચોક્કસ કરશે

વોશીંગ્ટન, તા.૧૪: પીએમ મોદી સાથે મુલાકાત બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના તેમના સંબંધો અંગેની તસવીર સ્પષ્ટ કરી છે. ટ્રમ્પે ચીનને વિશ્વનો એક મહત્વપૂર્ણ ખેલાડી ગણાવ્યો છે, જે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સારા રહેશે.
વોશિંગ્ટન ડીસીમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે કહયું, ‘મને લાગે છે કે ચીન સાથે આપણા ખૂબ સારા સંબંધો રહેશે.' કોવિડ-૧૯ મહામારી સુધી રાષ્ટ્રપતિ શી સાથે મારા ખૂબ સારા સંબંધો હતા. રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અંગે તેમણે કહયું કે ચીન વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. મને લાગે છે કે તેઓ યુક્રેન અને રશિયા સાથેના આ યુદ્ધનો અંત લાવવામાં આપણને મદદ કરી શકે છે. તેમણે ભારતને યુદ્ધ બંધ કરવાનો પણ ઉલ્લેખ કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, હું ભારત તરફ જોઉં છું, મને સરહદ પર થતી અથડામણો ખૂબ જ ક્રૂર લાગે છે... જો હું મદદ કરી શકું તો મને મદદ કરવાનું ગમશે... મને આશા છે કે ચીન, ભારત, રશિયા અને અમેરિકા, આપણે બધા સાથે મળીને કામ કરી શકીશું. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.(૨૩.૨)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
