<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

અમારી મીટિંગનો અર્થ છે એક ઔર એક ૧૧..

ટ્રમ્‍પ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ શું કહ્યું?

વોશીંગ્‍ટન, તા.૧૪: પ્રધાનમંત્રી મોદી શુક્રવારના રોજ વ્‍હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મળ્‍યા. બંને નેતાઓએ સંયુક્‍ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું કે, અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર કહ્યા. પીએમ મોદીએ ટ્રમ્‍પને બીજી વખત અમેરિકાના રાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ટ્રમ્‍પે કહ્યું કે, આગળ મોટા વેપાર સોદા થશે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું કે, તેમને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર કરારની અપેક્ષા છે. અમે ભારત અને અમેરિકા માટે કેટલાક મોટા વેપાર સોદા કરવા જઈ રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્‍ચેની ભાગીદારી માનવતાને લાભ આપશે, જેમ ટ્રમ્‍પ આપણને અમેરિકાને ફરીથી મહાન બનાવવાની યાદ અપાવે છે, તેવી જ રીતે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવું એ ૧.૪ અબજ ભારતીયોની આકાંક્ષા અને સંકલ્‍પ છે. આપણી મુલાકાતનો અર્થ એ છે કે એક અને એક મળીને ૧૧ બને છે જે માનવતા માટે સાથે મળીને કામ કરશે. ટ્રમ્‍પે કહ્યું કે, વડા -ધાન મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેઓ એક મહાન નેતા છે. ભારત અને અમેરિકા હંમેશા મિત્રો રહેશે.

(4:03 PM IST)