News of Friday, 14th February 2025
મુકેશ અંબાણીની કંપનીએ જીઓ સિનેમાને મર્ઝ કરી નવું ઓટીટી પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કર્યું
યુઝર આ OTT પ્લેટફોર્મને જાહેરાતો સાથે મફતમાં ઍક્સેસ કરી શકશે.

મુંબઈ :રિલાયન્સ ગ્રુપે નવું ઓટીટી પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કર્યું છે. ગયા વર્ષે કંપનીએ ડિઝની સ્ટારના હોટસ્ટારને ખરીદી લીધું હતું. તેમણે કંપનીની હાલની સ્ટ્રીમિંગ એપ્સ Jio Cinema અને Disney Hotstar ને મર્જ કરીને એક નવું OTT પ્લેટફોર્મ JioHotstar રજૂ કર્યું છે. યુઝર આ OTT પ્લેટફોર્મને જાહેરાતો સાથે મફતમાં ઍક્સેસ કરી શકશે.
જે વપરાશકર્તાઓ JioCinema અથવા Disney+ Hotstar ના સબ્સ્ક્રાઇબર્સ છે તેઓ આપમેળે JioHotstar માં ટ્રાન્સફર થઈ જશે. JioHotstar પર આંતરરાષ્ટ્રીય સામગ્રીની સાથે 10 થી વધુ ભારતીય ભાષાઓમાં સામગ્રી ઉપલબ્ધ હશે.
JioHotstar OTT પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને 3 લાખ કલાકથી વધુ સામગ્રીની ઍક્સેસ છે. ટૂંક સમયમાં જૂના સબ્સ્ક્રિપ્શન પ્લાનને નવા પ્લાનથી બદલવામાં આવશે. નવા પ્લેટફોર્મમાં અલગ અલગ યોજનાઓ અને સ્લેબ હશે. જોકે Jio Hotstar એ હજુ સુધી વિગતવાર યોજનાઓની જાહેરાત કરી નથી.
JioHotstar ની સૌથી ખાસ વાત એ છે કે હાલમાં તેને મફતમાં એક્સેસ કરી શકાશે. જોકે જાહેરાત ફ્રી અને સારા રિઝોલ્યુશન સ્ટ્રીમિંગ અનુભવ મેળવવા માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ રહેશે. નવા યુઝર માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે.
JioHotstar ના નવા લોગોમાં JioHotstar નામની સાથે 7-પોઇન્ટેડ સ્ટાર પણ છે. આ પ્લેટફોર્મ લોન્ચ થયા પછી તેનો યુઝર બેઝ 50 કરોડને વટાવી ગયો છે. Jio Hotstar એપ સીધી નેટફ્લિક્સ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. કંપની મફત સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે, જેનાથી તેનો માર્ગ પહેલાથી જ ઘણો સરળ બની ગયો છે.
યુઝર JioHotstar એપમાં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી અને અન્ય મુખ્ય રમતોનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકશે. આ સાથે જે વપરાશકર્તાઓ રમતો જોવાનું પસંદ કરે છે તેમને લાઈવ મેચ જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળશે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
