News of Friday, 14th February 2025
ગિફટસ વિશે મુરતિયાએ ફરિયાદ કરી અને છોકરીના પપ્પાએ લગ્ન કેન્સલ કરી નાખ્યાં

નવી દિલ્હી,તા.૧૪: સરકારી નોકરી કરતી યુવતી તથા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)ની પરીક્ષાની તૈયારી કરતા યુવકનાં ૧૦ દિવસ પછી લગ્ન નક્કી હતાં. કન્યાના પિતા તરફથી આપવામાં આવેલી ભેટો યુવકને ગમી નહોતી એટલે ભાવિ વરરાજાએ પોતાની ભાવિ પત્નીને વોટ્સઍપ-ચેટ દ્વારા ફરિયાદ કરી કે ખરાબ ગિફ્ટ્સ મોકલાવી છે, આના કરતાં ન મોકલાવી હોત તો સારું થાત, હું મારી રીતે લઈ લેત, આ ગિફ્ટ્સ તો કોઈને દેખાડવાલાયક પણ નથી અને અહીં ખોટી જગ્યા રોકે છે. કન્યાએ કહ્યું, એ માટે મારા પપ્પાને કહો. ગિફટ માટેની નારાજગી વિશે જાણ્યા પછી કન્યાપક્ષે વરરાજાની માફી માગવાનો કે નવી ગિફ્ટ્સ મોકલવાનો વિચાર કરવાને બદલે તેની સાથે પોતાની દીકરી ન પરણાવવાનો નિર્ણય લીધો અને લગ્નને ૧૦ દિવસ બાકી હતા ત્યારે લગ્ન ફોક કરી નાખ્યાં.
ભાવિ વર અને વધૂ વચ્ચે લગ્નના ૧૦ દિવસ પહેલાંની આ વોટ્સએપ-ચેટનો સ્ક્રીન-શોટ રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કન્યાના કઝિન દ્વારા શૅર કરવામાં આવ્યો છે અને બધા આ નિર્ણયને સપોર્ટ કરી રહ્યા છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
