<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મહાકાલેશ્વરમાં ૧૭ ફેબ્રુઆરીથી શિવ નવરાત્રીની થશે શરૂઆત

એક એવું જ્‍યોતિર્લીંગ, જ્‍યાં ૯ દિવસ ઉજવાય છે મહાશિવરાત્રી

ઉજ્જૈનઃ ધાર્મિનગરી ઉજ્જૈનને મહાકાલની નગરી કહેવામાં આવે છે. શિવરાત્રી દરમ્‍યાન શિવજીની આ નગરી એક અલગ સ્‍વરૂપમાં દેખાય છે. ઉજ્જૈનનું મહાકાલ મંદિર શિવના જયકારથી ગુંજી ઉઠે છે. ૨૦૨૫માં મહાશિવરાત્રી ૨૬ ફેબ્રુઆરી બુધવારે છે.

 શિવરાત્રી પહેલા નવરાત્રી સુધી મહાકાલના મંદિરમાં ભગવાન મહાકાલ એટલે કે શંકરના ૯ દિવસ ૯ અલગ અલગ રૂપોના દર્શન કરવામાં આવે છે.૧૭ ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થશે. મહાકાલના આ ૯ રૂપોના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્‍તો આવે છે. શિવ નવરાત્રીનો સમય બહુ ખાસ હોય છે. તેના અંતિમ દિવસે શિવજીને વરરાજાના રૂપમાં સજાવાય છે. શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ નવ દિવસોને બહુ ખાસ માનવામાં આવે છે. આ દરમ્‍યાન મંગળગીતો ગવાય છે. અને ઉત્‍સવ મનાવાય છે.

જ્‍યોતિર્લીંગ મહાકાલ મંદિરમાં ૧૭ ફેબ્રુઆરીથી શિવનવરાત્રીની શરૂઆત થશે. ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ભગવાનનો નવ રૂપમાં આકર્ધાક શૃંગાર કરવામાં આવશે. આ વખતે ૧૭ ફેબ્રુઆરીને શિવપાંચમથી શિવ નવરાત્રીની શરૂઆત થશે. સવારે આઠ વાગ્‍યે પૂજારી કોટી તીર્થ કુંડ નજીક સ્‍થિત શ્રી કોટેશ્‍વર મહાકાલનો અભિષેક પૂજન કરીને હળદર ચઢાવશે. લગભગ દોઢ કલાકની પુજા પછી સવારે ૯:૩૦ વાગ્‍યે ગર્ભગૃહમાં ભગવાન મહાકાલની પૂજા થશે. પૂજારી ભગવાન મહાકાલનો પંચામૃત અભિષેક કરીને પૂજા -અર્ચના કરશે. ત્‍યાર પછી ૧૧ બ્રાહ્મણો દ્વારા રુદ્ર પાઠ થશે. 

આ સ્‍વરૂપોમાં દર્શન થશે બાબા મહાકાલના

વષાધારણઃ શિવ નવરાત્રીના ૯ દિવસ ખાસ હોય છે. નવરાત્રીના પહેલા દિવસે બાબા મહાકાલનો ચંદનથી શૃંગાર કરાય છે. જલધારી પર હળદર ચઢાવવામાં આવે છે.

શેષનાગઃ બીજા દિવસે બાબા મહાકાલનો શેષનાગના સ્‍વરૂપમાં શૃંગાર કરાય છે. એ દિવસે બાબા ભક્‍તોને શેષનાગ રૂપે દર્શન આપે છે.

ધરારોપઃ ત્રીજા દિવસે બાબાના દર્શન ધરારોપ સ્‍વરૂપે થાય છે.

છબીનાઃ ચોથા દિવસે બાબા મહાકાલનો છબીના શૃંગાર કરાય છે, જે એક નવયુવનું સ્‍વરૂપ હોય છે. બાબા મહાકાલનો શૃંગાર એક રાજકુમારની જેમ કરાય છે.

હોલ્‍કરઃ શિવ નવરાત્રીના પાંચમા દિવસે મહાકાલને હોલ્‍કર પરંપરાઓ અનુસાર સજાવવામાં આવે છે.

મન મહેશઃ છઠ્ઠા દિવસે મહાકાલને મન મહેશના રૂપમાં સજાવવામાં આવે છે. આ સ્‍વરૂપમાં ભગવાન શંકરના રૂપમાં મહાકાલનો શૃંગાર થાય છે.

ઉમા મહેશઃ સાતમા દિવસે બાબા મહાકાલ માતા પાર્વતી સાથે ઉમા-મહેશ રૂપમાં ભક્‍તોને દર્શન આપે છે. આ દિવસે ભગવાન મહાકાલ અને માતા પાર્વતી બન્‍નેના સ્‍વરૂપો ભક્‍તોને દેખાય છે.

શિવ તાંડવઃ આઠમા દિવસે બાબા શિવ તાંડવ સ્‍વરૂપે દર્શન આપે છે. આ સ્‍વરૂપમાં મહાકાલનું રૌદ્ર સ્‍વરૂપ ભક્‍તોને જોવા મળે છે.

નિરાકરઃ શિવ નવરાત્રીના અંતિમ દિવસે ભગવાન મહાકાલને વરરાજાની જેમ સજાવાય છે. કેટલાય ક્‍વીંટલ ફુલોનો સહેરો બાબાને પહેરાવાય છે.

(3:16 PM IST)