<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રૂ.૩૮૯માં બોયફ્રેન્‍ડ ભાડે લો.. વેલેન્‍ટાઇન ડે પર વિચિત્ર ઓફર

વેલેન્‍ટાઇન ડે નિમિત્તે બેંગલુરુમાં કેટલાક આવા પોસ્‍ટર લાગ્‍યા આ પોસ્‍ટરો પર લખ્‍યું હતું ‘બોયફ્રેન્‍ડ ભાડે રાખો' એક QR કોડ પણ આપવામાં આવ્‍યો છે

બેંગલુરુ, તા.૧૪: વેલેન્‍ટાઇન ડે નિમિત્તે, બેંગલુરુમાં કેટલાક આવા પોસ્‍ટર લાગ્‍યા છે, જેણે લોકોને આશ્‍ચર્યચકિત કરી દીધા છે. આ પોસ્‍ટરો પર લખ્‍યું હતું, બોયફ્રેન્‍ડ ભાડે રાખો. એક QR કોડ પણ આપવામાં આવ્‍યો છે. માત્ર રૂ.૩૮૯ માં એક બોયફ્રેન્‍ડને એક દિવસ માટે ભાડે રાખવાની ઓફર કરવામાં આવી છે, જેના કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને લોકોમાં રોષ છે. પોસ્‍ટરો પર લખ્‍યું હતું, વેલેન્‍ટાઇન ડે પર બોયફ્રેન્‍ડ નથી? તો પછી એક દિવસ માટે ભાડાનો બોયફ્રેન્‍ડ લો.

બેંગલુરુના જયનગર અને બનશંકરી વિસ્‍તારોમાં બદમાશોએ દિવાલો પર આ પોસ્‍ટરો ચોંટાડ્‍યા છે. પોસ્‍ટરોમાં લખ્‍યું હતું, મારા બોયફ્રેન્‍ડને ફક્‍ત રૂ.૩૮૯ ભાડે આપો. મને સ્‍કેન કરો. જેનો અર્થ એ થયો કે કોઈ પણ વ્‍યક્‍તિ ફક્‍ત રૂ.૩૮૯ માં એક દિવસ માટે બોયફ્રેન્‍ડ ભાડે રાખી શકે છે. આ પોસ્‍ટરો જયનગર અને બનશંકરી બીડીએ કોમ્‍પ્‍લેક્‍સના ૮મા બ્‍લોક પાસે જોવા મળ્‍યા છે.

આ વિચિત્ર પોસ્‍ટરો પર જનતાએ ભારે નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે ટ્‍વિટર પર બેંગલુરુ પોલીસને ટેગ કરીને માંગ કરી છે કે આવા પોસ્‍ટરો લગાવીને શહેરની સંસ્‍કળતિને બગાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. લોકો કહે છે કે આવી જાહેરાતો સમાજને ખોટો સંદેશ આપે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. હાલમાં, આ પોસ્‍ટરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે અને લોકો આવી ઓફરોની ટીકા કરી રહ્યા છે.

ઘણા લોકો તેને વેલેન્‍ટાઇન ડે પર મજાક કહી રહ્યા છે, જ્‍યારે કેટલાક લોકો તેને સમાજ માટે ખતરનાક વલણ ગણાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઇન્‍ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં આવી વિવાદાસ્‍પદ જાહેરાતો અને સમાજ પર તેમની અસર અંગે ચર્ચા જગાવી છે. (રર.૧૩)

(3:41 PM IST)