News of Friday, 14th February 2025
ભારત-અમેરિકા વચ્ચે F 35 ફાઈટર જેટ ડીલ થતાં પાકિસ્તાન ભડક્યું ;કહ્યું - આ શાંતિ માટે સારું નથી
પાકિસ્તાને કહ્યું - કહ્યું કે, જો અમેરિકા ભારતને F-35 ફાઇટર જેટ વેચે છે તો તે પ્રદેશ (દક્ષિણ એશિયા) માં લશ્કરી અસંતુલન વધારશે અને વ્યૂહાત્મક સ્થિરતા ઘટાડશે

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ (F-35 Fighter Jet)વેચવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારતને યુએસ આર્મીનું સૌથી શક્તિશાળી ફાઇટર જેટ F-35 વેચવા માટે તૈયાર છીએ. ટ્રમ્પે PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. જોકે આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ઓફરથી પાકિસ્તાન નારાજ છે.
એક ન્યૂઝ અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે, જો અમેરિકા ભારતને F-35 ફાઇટર જેટ વેચે છે તો તે પ્રદેશ (દક્ષિણ એશિયા) માં લશ્કરી અસંતુલન વધારશે અને વ્યૂહાત્મક સ્થિરતા ઘટાડશે. આ શાંતિ માટે સારું નથી. તેમણે કહ્યું ક, ભારતને F-35 ફાઇટર જેટ વેચવાનો અમેરિકાનો નિર્ણય એકપક્ષીય, ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે.
નોંધનીય છે કે, PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પણ ઠપકો આપવામાં આવ્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કેમ પાકિસ્તાને આતંકવાદી હુમલાઓ કરવા માટે પોતાની ભૂમિનો ઉપયોગ ન કરવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, જો ભારત F-35 ફાઇટર જેટ ખરીદવા માટે સંમત થાય છે, તો તે અમેરિકાનો પહેલો નોન-નાટો અને નોન-પેસિફિક સાથી બનશે. F-35 એ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે, જે અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ, ખુલ્લા સ્થાપત્ય, અદ્યતન સેન્સર અને અસાધારણ માહિતી ફ્યુઝન ક્ષમતાઓથી સજ્જ છે
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
