<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય માળખામાં મોટા ફેરફાર, ૨ ગુજરાતી નેતાની બાદબાકી

ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્‍ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા : છત્તીસગઢનાં પૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવાયા

નવી દિલ્‍હી,તા.૧૫: ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનાં માહોલ બરોબરનો જામ્‍યો છે. દરમિયાન, કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય સંગઠનને લઈ મોટા સમાચાર આવ્‍યા છે. કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય માળખામાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્‍યા છે. પાર્ટીનાં રાષ્‍ટ્રીય સંગઠનમાંથી ૨ ગુજરાતી નેતાને બહાર કરાયા છે. જ્‍યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવાયા છે.

દિલ્‍હીની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરાયા હોવાની માહિતી સામે આવી છે. ૨ ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી હટાવાયા છે. જ્‍યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બધેલને રાષ્‍ટ્રીય જનરલ સેક્રેટરી બનાવાયા છે. માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ પંજાબ, બિહાર, મધ્‍ય-દેશ સહિત ૧૧ રાજ્‍યોમાં નવા પ્રભારીની નિમણૂક પણ કરી છે.

જણાવી દઈએ કે, દિલ્‍હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી. આમ, દિલ્‍હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. ૭૦ વિધાનસભા બેઠક ધરાવતી દિલ્‍હીમાં કોંગ્રેસને શૂન્‍ય બેઠકો મળી હતી. જો કે, દિલ્‍હી એકમાત્ર એવું રાજ્‍ય નથી, જ્‍યાં કોંગ્રેસનાં ધારાસભ્‍યોની સંખ્‍યા શૂન્‍ય છે. આંધ્રપ્રદેશ અને પヘમિ બંગાળ (West Bengal) જેવા મોટા રાજ્‍યોમાં પણ કોંગ્રેસની બેઠક ‘શૂન્‍ય' છે.(૪૦.૬)

(11:18 AM IST)