News of Saturday, 15th February 2025
વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને મળવા આવ્યો યુવક, પૈસા ખૂટયા તો બકરી ચોરી :લોકોએ ખૂબ માર માર્યો
રાત સ્ટેશનના લોકોઅપમાં પસાર કરવી પડી

બાલુરઘાટ,તા.૧૫: બિહારના એક યુવકને તેની ગર્લફ્રેન્ડને મળવા જવું એટલું મોંઘુ પડ્યું કે તેને ચોરી કરવી પડી અને પછી લોકોએ ખૂબ માર માર્યો. મામલો એટલો ગંભીર થઈ ગયો કે રાત સ્ટેશનના લોકોઅપમાં પસાર કરવી પડી.
બાલુરઘાટના કામારપાડામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. બિહારના એક યુવકને તેની ગર્લફ્રેન્ડને મળવા જવું એટલું મોંઘુ પડ્યું કે તેને ચોરી કરવી પડી અને પછી લોકોએ ખૂબ માર માર્યો. મામલો એટલો ગંભીર થઈ ગયો કે રાત પોલીસ સ્ટેશનના લોકઅપમાં પસાર કરવી પડી.
માહિતી અનુસાર, પાંચ વર્ષ પહેલા બિહારના આ યુવકે ફેસબુક પર હિલી બ્લોકના ત્રિમોહિનીની એક છોકરી સાથે મિત્રતા કરી હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંનેએ મળવાનું નક્કી કર્યું. વેલેન્ટાઇન ડે મોકા પર ગર્લફ્રેન્ડે ફોન કર્યો અને બોયફ્રેન્ડ કોઈ પણ મોડું કર્યા વિના બિહારથી પ?મિ બંગાળ આવ્યો.
યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે ઘણો સમય પસાર કર્યો અને તેણીને ગિફ્ટ્સ પણ આપી, પરંતુ જ્યારે તેના ખિસ્સા ખાલી થઈ ગયા, ત્યારે સમસ્યાઓ શરૂ થઈ. હોટલમાં રહેવા માટે પૈસા ન હોવાથી, તે અહીં-ત્યાં ભટકતો રહ્યો. કોઈક રીતે બે દિવસ સુધી ત્રિમોહિનીના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મજૂરો સાથે રાત પસાર કરવી પડી.
થાકી હારીને યુવક બાલુરઘાટના કામારપાડા વિસ્તારમાં પહોંચ્યો. ત્યાં તેને એક ખાલી મેદાનમાં એક બકરી દેખાઈ. પૈસાની તંગી અને ભૂખથી પરેશાન થઈને પ્રેમીએ બકરી ઊઠવી અને તેને કામારપાડામાં વેચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ બકરીના માલિકે તેને પકડી લીધો. આ બાદ લોકોએ તેને ચોર સમજીને માર માર્યો અને પોલીસને સોંપી દીધો.
પોલીસ સ્ટેશનમાં રાત પસાર કરી, તેની ગર્લફ્રેન્ડ પણ તેને બચાવવા ન આવી! પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો, પરંતુ તેની પ્રેમિકા તેને બચાવવા પણ ન આવી. હવે આ અનોખી પ્રેમકથા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.(૪૦.૫)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
