News of Saturday, 15th February 2025
પરણેલી મહિલાઓ આખરે ગૂગલ પર શું સર્ચ કરતી હોય છે?
ખુલાસો હાલમાં જ એક સ્ટડીમાં થયો

નવી દિલ્હી તા.૧૫: સર્ચ એન્જિન ગૂગલ પર લોકો કેટલાય પ્રકારની વસ્તુઓ સર્ચ કરતા હોય છે. પણ હકીકતમાં એક પરણેલી મહિલા આખરે ગૂગલ પર શું સર્ચ કરતી હોય છે, તે વાતનો ખુલાસો હાલમાં જ એક સ્ટડીમાં થયો છે. મહિલાઓ ગૂગલ પર જે સર્ચ કરે છે, તેનું રિઝલ્ટ જાણીને તમે પણ ચોંકી જશો. આ કંઈક એવું છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
આજના સમયમાં જો આપણે કોઈ સવાલ પૂછશો તો તે ગૂગલ પર જવાબ શોધવા લાગશે. ગૂગલ પાસે લગભગ તમામ વાતોના જવાબ આપણને મળી જશે. ગૂગલ છેલ્લા કેટલાક સમયથી તે આપણા જીવનનો ભાગ બની ચૂકયું છે. અને હોય પણ કેમ નહીં, કેમ કે લોકો કંઈ પણ શોધવા માટે ડાયરેક્ટ ગૂગલ પર આવી જતાં હોય છે.
ત્યારે આવા સમયે એક સવાલ એ થાય છે કે પરણેલી મહિલાઓ આખરે ગૂગલ પર શું સર્ચ કરતી હોય છે? આવું એટલા માટે કેમ કે સ્ટડી જણાવે છે કે લગ્ન બાદ મહિલાઓ નાની નાની વાતો માટે ગૂગલની મદદ લેતી હોય છે. આ દરમ્યાન એવી એવી વાતો સામે આવે છે, જેને જાણીને તમે પણ હસવાનું રોકી શકશો નહીં.
ગૂગલના આંકડા અનુસાર, મોટા ભાગની પરણેલી મહિલાઓ પોતાના પતિ સાથે જોડાયેલી કેટલીય વાતો સર્ચ કરે છે. મહિલાઓ પોતાના પતિની પસંદ અને નાપસંદ વિશે ગૂગલ પર સૌથી વધુ સવાલો પૂછે છે. જો કે તેમાં ખોટું કંઈ નથી. દુનિયાની દરેક મહિલાને લગ્ન બાદ આ સવાલ હેરાન કરે છે કે તેના પતિને આખરે શું પસંદ છે અને શું નથી?
અમુક મહિલાઓના મનમાં પતિને લઈને એવા પણ સવાલ થાય છે, જે વાસ્તવમાં કોઈ બીજાને પૂછી શકાય નહીં. ત્યારે આવા સમયે એકમાત્ર સહારો તેમનો ગૂગલ હોય છે.
તમને જાણીને હસવું આવશે, પણ વાસ્તવમાં અમુક મહિલાઓ એવી પણ હોય છે જે પતિને પોતાનો ગુલામ બનાવવાની રીત જાણવા માગતી હોય છે. હકીકતમાં જોઈએ તો, મહિલાઓ એવી વિચારે છે, તેમનો પતિ ફક્ત તેની જ વાત સાંભળી બીજાની નહીં, તે આ પ્રકારના સવાલોમાં વધારે રસ ધરાવે છે.
એટલું જ નહીં લગ્ન બાદ મહિલાઓ આ વાતને લઈને પણ ચિંતિત રહેતી હોય છે કે તે એવું શું કરે જેનાથી તેનો પતિ હંમેશા ખુશ રહે. આવી મહિલાઓ ન ફક્ત ખાવાની રેસીપી શોધતી હોય છે, પણ પતિ માટે અલગ અલગ ગિફ્ટ ઓપ્શન પણ શોધતી રહેતી હોય છે.
પતિ ઉપરાંત મહિલાઓ પોતાના સાથે જોડાયેલા સવાલો પણ પૂછતી હોય છે. જેમ કે બાળક પેદા કરવા માટે કયો મહિનો સારો રહેશે. બાળક પેદા કરવા માટે પતિને રાજી કરવો અને યુવાન રહેવાની ટિપ્સ પણ સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરે છે.
હા, વાતને નકારી શકાય નહીં કે લગ્ન બાદ ઘણી મહિલાઓની જિંદગી બદલાઈ જતી હોય છે. એક રીતે માનો તો કરિયર તેમના માટે સેકન્ડ ચોઈસ બની જાય છે. આ જ કારણ છે કે મોટા ભાગની મહિલાઓ એ જાણવા માગે છે કે, લગ્ન બાદ તે ખુદનું કરિયર કેવી રીતે ચલાવી શકે.
આ ઉપરાંત અમુક મહિલાઓ એવું પણ જાણવા માગે છે કે, તે પોતાના પતિના પરિવારમાં કેવો વ્યવહાર કરે. તે આ વાત જાણવા માટે ઉત્સુક હોય છે કે તે ઓછા સમયમાં પરિવારનો ભાગ કેવી રીતે બની શકે. તેને એવું પણ જાણવામાં રસ હોય છે કે, તે પોતાના પરિવારની જવાબદારીઓ કેવી રીતે ઉઠાવી શકશે. તો વળી અમુક મહિલાઓ એવી પણ હોય છે, જે પોતાની સાસુ-માને ખુશ રાખવાની અલગ અલગ રીત શોધતી હોય છે.(૩૮.૪)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
