<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

લગ્નમાં બોલાવેલી ડાન્‍સર પર ફીદા થયો યુવક, સ્‍ટેજ પર ચઢી સેંથામાં સિંદુર ભરી દીધું

ભાઈ તારી હિંમતને દાદ દેવી પડેઃસોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ઓર્કેસ્‍ટ્રામાં ડાન્‍સ કરી રહેલા ડાન્‍સરની માંગમાં સિંદૂર ભરતો દેખાઈ રહ્યો છે. જ્‍યાં મનોરંજન માટે લગ્નમાં ઓર્કેસ્‍ટ્રા બોલાવ્‍યું હતું

પટણા તા.૧૫: પ્રેમ કયારે, કોની સાથે થઈ જાય કંઈ કહી શકાય નહીં. કયારે સ્‍કૂલ કોલેજમાં તો કયારે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને પસંદ કરવા લાગે છે. પણ બિહારમાં એક લગ્ન સમારંભ દરમ્‍યાન કંઈક એવું થયું જેને જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. લગ્નમાં આવેલી એક ઓર્કેસ્‍ટ્રા ડાન્‍સરને જોતા જ છોકરાને પ્રેમ થઈ ગયો. કંઈ પણ વિચાર્યા વિના તેણે સ્‍ટેજ પર ચડીને સૌની સામે માંગમાં સિંદૂર ભરી દીધું. આ નજારો કેમેરામાં કેદ થઈ ગયો અને હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્‍ટેજ પર ચડીને ડાન્‍સરની માંગમાં સિંદૂર ભરી દીધું

સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ઓર્કેસ્‍ટ્રામાં ડાન્‍સ કરી રહેલા ડાન્‍સરની માંગમાં સિંદૂર ભરતો દેખાઈ રહ્યો છે. આ કિસ્‍સો બિહારમાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં મનોરંજન માટે લગ્નમાં ઓર્કેસ્‍ટ્રા બોલાવ્‍યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાન્‍સ કરતી વખતે યુવક ડાન્‍સરનો એટલો દીવાનો થઈ ગયો કે તેણે સ્‍ટેજ પર ચડીને તેના માથામાં સિંદૂર ભરી દીધું. આ નજારો જોઈ ત્‍યાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા. કહેવાય છે કે, લગ્ન સમારંભમાં બંનેને પ્રેમ થઈ ગયો અને તેણે તરત લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

આ વીડિયોને ઈન્‍સ્‍ટાગ્રામ પર ziddi_boyં૮૪૮૧૦૫ નામના અકાઉન્‍ટ પરથી પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે. જેને અત્‍યાર સુધીમાં ૪૪ લાખથી વધારે વખત જોવાઈ ચૂકયો છે. તેના પર એક લાખથી વધારે લાઈક્‍સ પણ આવી છે. વીડિયોના કોમેન્‍ટ સેક્‍શનમાં યુઝર્સ દિલ ખોલીને કોમેન્‍ટ કરી રહ્યા છે. બાકી આ વીડિયો જોયા બાદ તમને શું લાગે છે યુવકે સારું કર્યું કે ખરાબ?(૩૮.૩)

(10:19 AM IST)