News of Saturday, 15th February 2025
મહાકુંભમાં અબ કી બાર ૫૦ કરોડ પાર

પ્રયાગરાજ, તા.૧૫: પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ગંગા નદીમાં ડૂબકી લગાવનારા ભાવિકોની સંખ્યા ૫૦ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. ભારત અને ચીનની જનસંખ્યા બાદ આ સૌથી મોટી જનસંખ્યાનો આંકડો છે. હજી તો મહાકુંભ શિવરાત્રિ સુધી ચાલવાનો છે એથી આ આંકડો હજી વધશે.
આ સંદર્ભે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહયું હતું કે ‘મહાકુંભમાં ૫૦થી પંચાવન કરોડ લોકો આવશે અને એનાથી ઉત્તર પ્રદેશની ઇકૉનૉમીને જબરદસ્ત બૂસ્ટ મળશે. કેટલાક લોકો કુંભ વિશે આંગળી ઉઠાવે છે, પણ અમે કુંભના આયોજનમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને એના બદલામાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો લાભ થયો છે, તો એ સારું જ છેને.'
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
