News of Saturday, 15th February 2025
BSNLની નુકશાનીથી નફા તરફથી દોડઃ ૧૭ વર્ષ પછી નફામાં પ્રવેશ, ત્રીજા ક્વાર્ટરમાં ૨૬૨ કરોડ નફો કર્યો
૪જી ટાવરના એક લાખ લક્ષ્યાંક પૂરો કરવા ભારે જહેમતઃ BSNL, સ્વદેશી ટેકનોલોજીથી ડિજિટલ ભારત - આત્મનિર્ભર ભારત સૂત્રને સાર્થક કરશે

રાજકોટઃ ભારત દૂરસંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં ૨૬૨ કરોડનો નફો નોંધાવ્યો છે, જે ૨૦૦૭ પછી પ્રથમ વખત નફો કર્યો છે. ૧૭ વર્ષ પછી BSNLને ઓપરેટીવ નફામાં જોઈ અધિકારીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. BSNLના અધ્યક્ષ અને ચીફ મેનેજિંગ ડિરેક્ટર એ.રોબર્ટ જે.રવિએ જણાવ્યું હતું કે આવકમાં વધારા માટે નોંધપાત્ર ટર્નઅરાઉન્ડ, આક્રમક ૪જી નેટવર્કનું વિસ્તરણ અને ખર્ચ ઓપ્ટિમાઇઝેશનની વ્યૂહરચનાને આભારી છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં ૨૦% વળદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
BSNLની સેવાઓથી આવક વધી છે તેમાં મુખ્યત્વે..
મોબાઈલ સેવાઓની આવકમાં ૧૫% નો વધારો.
ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) આવક માં ૧૮% નો વધારો.
લીઝ્ડ લાઇન સેવાઓમાં ૧૪% નો વધારો મુખ્ય છે આ ઉપરાંત ટેરિફના દર યથાવત રાખવાથી અને સેવાઓમાં નોંધપાત્ર સુધારા ને લીધે ઘણાં જુના ગ્રાહકો એ BSNLમાં ફરી વિશ્વાસ વ્યક્ત કરી જોડાયા છે.
બીએસએનએલએ તેના નાણાં ખર્ચ અને એકંદર ખર્ચમાં મહત્તમ ઘટાડો કર્યો છે, જે પાછલા વર્ષની તુલનામાં નુકશાનીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. BSNLની આવક વધારવા અને સેવાઓ સુધારવા માટે ૪ જી નેટવર્કના વિસ્તરણને જડપી બનાવ્યું છે તેના ખર્ચને પહોંચી વળવા માટે યુનિયન કેબિનેટે ૬,૦૦૦ કરોડ મંજૂરી કર્યા છે જે, BSNLની આશરે એક લાખ ૪ જીની નવી સાઇટ્સ ઉભી કરવામાં મદદ કરશે. ૪ જી નેટવર્ક પાછળ કુલ ૧૯,૦૦૦ કરોડ ખર્ચનો અંદાજ છે જેમાં અત્યાર સુધી ૧૩૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
BSNLએ સાત નવીન સેવાઓ શરૂ કરી છે જેમાં.
સ્પામ-મુક્ત નેટવર્ક, રાષ્ટ્રીય વાઇ-ફાઇ રોમિંગ, Ftth ગ્રાહકો માટે આઈએફટીવી જે ફાઇબર-આધારિત ઇન્ટરનેટ દ્રારા ૫૦૦ થી વધુ ટી.વી. ચેનલની ઓફર.
કોઈપણ સમયે સિમ (એટીએસ) કિઓસ્ક જે સીમ ખરીદ, અપગ્રેડ, બદલવું જેવી સેવાઓ એક જગ્યાએ.
ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ સેવા દ્રારા ઉપગ્રહ-થી-ઉપકરણ કનેક્ટિવિટી મળશે.
ખાણોમાં ૫ જી કનેક્ટિવિટી થી સરળતાથી કવરેજ. આ સેવાઓ ચાલુ કરી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ સેવાઓ મેળવતા ગ્રાહકોના સારા અભિપ્રાયો થકી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
બીએસએનએલના સીએમડી, એ. રોબર્ટ જે. રવિએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારા નાણાકીય પ્રદર્શનથી અમો ખુશ છીએ,
ગયા વર્ષની તુલનામાં ૧૮૦૦ કરોડ ખર્ચમાં ઘટાડો થયો છે. નવીનતા, ગ્રાહકોનો સંતોષ અને આક્રમક ૪ જી નેટવર્કના વિસ્તરણ પર અમે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેનું આ પરિણામ છે. ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી ટેલિકોમ સેવાઓ થકી કંપનીને સધ્ધર બનાવવાનું અમારું પહેલું લક્ષ છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
