<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

‘ચૂંટણી કમિશનરની પસંદગીમાં CJI નું શું કામ છે?'

ઉપરાષ્‍ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં

નવી દિલ્‍હી, તા.૧પઃ દેશના નવા મુખ્‍ય ચૂંટણી કમિશનરની નિયુક્‍તિ પર ચર્ચા કરવા માટે ૧૭ ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાવાની છે. વર્ષ ૨૦૨૩માં સરકારે કાયદો બનાવીને નિયુક્‍તિ પેનલમાંથી ભારત મુખ્‍ય ન્‍યાયાધીશ બહાર કરી દીધા હતાં. એવામ ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે ગઈ કાલે આપેલું એક નિવેદન ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે દેશના મુખ્‍ય ન્‍યાયાધીશે કોઈપણ પ્રકારની કારોબારી નિમણૂકમાં ભાગ લેવો જોઈએ નહીં. ધનખડે શુક્રવારે ભોપાલમાં નેશનલ જ્‍યુડિશિયલ એકેડેમીમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્‍યું હતું.

ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે એક્‍ઝિકયુટિવ અધિકારીઓની નિમણૂકમાં CJI શા માટે સામેલ થાય છે? તેમણે કહ્યું કે લોકશાહી સંસ્‍થાઓએ તેમના અધિકારક્ષેત્ર અનુસાર કામ કરવું જોઈએ. CJI ડિરેક્‍ટર જેવા ટોચના પદો પર નિમણૂકોમાં ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ કેવી રીતે સામેલ થઈ શકે?

ઉપરાષ્‍ટ્રપતિએ કહ્યું કે આવા ધોરણો પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ લોકશાહી સાથે સુસંગત નથી. આપણે કોઈપણ ઉચ્‍ચ સ્‍તરીય નિમણૂકમાં ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશને કેવી રીતે સામેલ કરી શકીએ? આ બંધારણીય વિરોધાભાસ છે, જેને વિશ્વનું સૌથી મોટું લોકશાહી હવે સહન કરી ન શકે.

વર્તમાન મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવળત્ત થઈ રહ્યા છે. આના એક દિવસ પહેલા, વડાપ્રધાન, રાહુલ ગાંધી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલની બનેલી ત્રણ સભ્‍યોની પેનલની બેઠક થશે. આ બેઠકમાં આગામી મુખ્‍ય ચૂંટણી કમિશનરના નામ પર ચર્ચા થવાની છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ મામલે દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી થવાની છે. અરજદારનું કહેવું છે કે આવી નિમણૂકમાં, મુખ્‍ય ન્‍યાયાધીશને ત્રણ સભ્‍યોની પેનલમાં સામેલ કરવા જોઈએ.(રર.૬)

(11:53 AM IST)