News of Saturday, 15th February 2025
જમ્મુ-કાશ્મીરને હજુ પણ દુકાળથી છુટકારો નથી મળ્યો
કાલથી છુટાછવાયા વાદળો, વરસાદની સંભાવના

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરને હજુ પણ દુકાળમાંથી છુટકારો નથી મળ્યો કેમ કે રાજયમાં જાન્યુઆરીથી અત્યાર સુધી ૭૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે બધા જીલ્લાઓમાં વરસાદમાં હુ ઘટાડો જોવા મળ્યો છે. સૌથી ઓછી કમી કુકઆમાં રહી, જયાં ૧ જાન્યુઆરીથી રર ફેબ્રુઆરી સુધી વરસાદ ૯૭ ટકા કમી નોંધાઇ છે. આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમ્યાન જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય ૧૪૦ મીમીની સરખામણીમાં માત્ર ર૯.૮ મીમી વરસાદ થયો છે.
જીલ્લાવાર જોઇએ તો જમ્મુમાં ૯૪ ટકા,ઉધમપુર અને સાંબામાં ૯ર ટકા ઘટ નોંધાઇ છે. ઉનાળુ રાજધાની શ્રીનગરમાં ૮ર ટકાની ઘટ નોંધાઇ છે. જયારે ૭ જીલ્લાઓ-શપીઆં, રિયાસી, રામબન, કુલગામ, ડોડા, બડગામ અને અનંતનાગમાં ૮૦ થી ૮૯ ટકા વચ્ચે ઘટ નોંધાઇ છે. પુલવામાં કુપવાડા, બાંદીયોરા અને બારામુલ્લા જીલ્લાઓમાં ૭૦ થી ૭૯ ટકા અને પંચુ, રાજાૈરી, કિશ્તવાડ અને ગંદરબલમાં વરસાદની ઘટ ૬૦ થી ૬૯ ટકા નોંધાઇ છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર મુખ્તાર અહમદ અનુસાર ૧પ ફેબ્રુઆરી સુધી શૂષ્ક હવામાનની આશા છે. ૧૬ ફેબ્રુઆરી થી રર ફેબ્રુઆરી દરમ્યાન વાદળો રહેવાની, છુટા છવાયા સ્થળોએ તેમજ પર્વતીય વિસ્તારો પર હળવા વરસાદ તેમજ હિમવર્ષા થવાની શકયતા રહે છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
