<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

બાપ બન્‍યો રાક્ષસ! ૮ વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી

દિકરીના મોઢેથી હકિકત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ! : મુંબઈમાં ૧૭ વર્ષની એક છોકરીએ તેના સાવકા પિતા પર ૮ વર્ષ સુધી જાતીય શોષણનો આરોપ લગાવ્‍યો છે :પોલીસે આરોપીની ધરપકડ કરી

મુંબઇ,તા.૧૭: શિવાજીનગર માનખુર્દ વિસ્‍તારમાંથી એક એવા સમાચાર આવ્‍યા છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. એક પિતાએ આઠ વર્ષ સુધી પોતાની દીકરી સાથે ગંદા કામ કર્યા. ૧૭ વર્ષીય પીડિતા તેના પિતા સાથે માનખુર્દમાં રહે છે. જ્‍યારે તે માત્ર ૯ વર્ષની હતી, ત્‍યારે તેના પિતાએ પહેલી વાર તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે સમયે ઘરે કોઈ નહોતું અને પિતાનો ઈરાદો ખરાબ થઈ ગયો. તેણે તેની દીકરીને ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો ખરાબ પરિણામ આવશે. છોકરી ડરી ગઈ અને ચૂપ રહી.

ત્‍યારબાદ એવું લાગ્‍યું કે જાણે પિતાને છૂટ મળી ગઈ છે. તેણે આઠ વર્ષ સુધી પોતાની દીકરીને પોતાની વાસનાનો શિકાર બનાવતો રહ્યો. તે તેણી સાથે ગંદા કામ કરતો રહ્યો, તેનો બાપ તેને મારતો અને તેણી સાથે ગંદા કામ પણ કરતો. દીકરીએ આ બધુ બીકના માર્યા સહન કરતી રહી.

જ્‍યારે તમામ વસ્‍તુ કાબુ બહાર ગઈ, ત્‍યારે પીડિતા બે દિવસ પહેલા માનખુર્દ પોલીસ સ્‍ટેશન ગઈ અને બધું પોલીસ સમક્ષ કહ્યું. તેની વાત સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ. પોલીસે તાત્‍કાલિક આરોપી પિતા વિરુદ્ધ બાળ જાતીય શોષણ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્‍યો.

શુક્રવારે આરોપીને ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો જ્‍યાંથી તેને પોલીસ કસ્‍ટડીમાં મોકલી દેવામાં આવ્‍યો. પીડિતાને તબીબી તપાસ માટે સાયન હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્‍તારમાં રોષ છે અને લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.(

(10:34 AM IST)