<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ થયેલઃ દેશના લાખો કામદારોને થશે ફાયદો

મજુરોને પણ મળશે પેન્‍શન!: યોગદાનની રકમ જેટલા જ જમા કરશે કેન્‍દ્ર સરકાર

નવી દિલ્‍હી તા.૧૭: ભારતમાં મોટી સંખ્‍યામાં એવા લોકો છે જેમનું ભવિષ્‍ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે. આવા લોકો માટે સરકારે ૨૦૧૯ માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા કામદારોને દર મહિને ૩૦૦૦ રૂપિયા સુધીનું પેન્‍શન આપવામાં આવે છે. આ યોજના માટે કામદારોએ દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે. સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી જ રકમનું યોગદાન આપે છે.

કેન્‍દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્‍યાણકારી યોજનાઓ ચલાવે છે. દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા સારા સમાચાર છે. ભારતમાં મોટી સંખ્‍યામાં એવા લોકો છે જેમનું ભવિષ્‍ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે. આવા લોકો માટે, સરકારે ૨૦૧૯ માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી. આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્‍શન આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મુખ્‍યત્‍વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળે છે. આ યોજના દ્વારા કામદારોને દર મહિને ૩૦૦૦ રૂપિયા સુધીનું પેન્‍શન આપવામાં આવે છે. આ યોજના માટે કામદારોએ દર મહિને ફાળો જમા કરાવવાનો રહે છે. સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી જ રકમનું યોગદાન આપે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મુખ્‍યત્‍વે દુકાનદારો, રિક્ષાચાલકો, મોચી, દરજી, ધોબી અને વાળંદ જેવા વ્‍યવસાયોમાં કામ કરતા લોકોને મળશે. તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવા માટેની વય મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં ઓછામાં ઓછા ૨૦ વર્ષ માટે ફાળો જમા કરાવવો પડશે. કરેલા રોકાણના આધારે લોકોને ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી દર મહિને પેન્‍શન આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે અરજી કરવા માટે તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર (CSS) પર જવું પડશે. આ યોજના માટે અરજી ફક્‍ત કોમન સર્વિસ સેન્‍ટરમાં જઈને જ કરી શકાય છે. અરજી કરવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા ચેકબુક જેવા જરૂરી દસ્‍તાવેજો સાથે રાખવા પડશે. અરજી સફળ થયા પછી તમને શ્રમ યોગી કાર્ડ આપવામાં આવશે. યાદ રાખો દર મહિને યોજના માટેની નિヘતિ રકમ તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે.

(4:10 PM IST)