<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વકફ બીલ પર કોઇ અર્થપૂર્ણ સલાહ સૂચનો નથી થયા

કાશ્‍મીરના મુખ્‍ય મૌલવી અને હુર્રિયતનાં અધ્‍યક્ષ મીર વાઇઝ ઉમર ફારૂક કહે છે

શ્રીનગરઃ કાશ્‍મીરના મુખ્‍ય મૌલવી અને હુર્રિયતના અધ્‍યક્ષ મીરવાઇઝ ઉમર ફારૂકે જણાવ્‍યું હતું કે સંસદમાં વકફ બિલ રજુ કરવામાં આવે તે પહેલાં હિતધારકો સાથે કોઇ અર્થપૂર્ણ પરામર્થ નહોતો થયો.

બડગામમાં એક કાર્યક્રમમાં હાજરી દરમ્‍યાન મીરવાઇઝે કહ્યું, સંસદમાં બિલ રજુ કરતા પહેલા મુખ્‍ય હિતધારકો સાથે કોઇપણ અર્થપૂર્ણ પરમર્થ નહોતો કરવામાં આવ્‍યો. યોગ્‍ય ચર્ચા વિનાજ તેનો અમલ કરવામાં આવી રહ્યો હતો. આ પગલાથી મસ્‍જિદો, ઇમામ બારાઓ અને અન્‍ય વકફ મિલ્‍કતો સરકારી નિયંત્રણો હેઠળ આવી જશે, જેનો હું સખત વિરોધ કરૂ છું.

(4:42 PM IST)