<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

હું યાકૂબ વિના જીવી શકીશ નહીઃ આબરુના ધજાગરા ઉડાવી દીકરી ભાગી ગઇઃ ઘરની તિજોરી પણ સાફ કરતી ગઈ

યાકુબ પરણેલો છે અને ત્રણ છોકરાનો પિતા પણ છે મરજીથી લીવ ઇનમાં રહું છું: યુવતીનો દાવો

ચૂરુ તા.૧૮: રાજસ્‍થાનના ચૂરુ જિલ્લાના સાલાસર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના હરાસર ગામમાં કથિત લવ જેહાદના કિસ્‍સામાં નવો વળાંક આવ્‍યો છે. અહીં ગુમ યાકુબ ઉર્ફ અમરીત રાજસ્‍થાની સાથે ૨૨ વર્ષિય દીક્ષા ચૂરુ એસપી ઓફિસે પહોંચી અને સુરક્ષાની માંગ કરી હતી. દીક્ષાએ જણાવ્‍યું કે, તે હરાસર ગામની રહેવાસી છે અને બીએ સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેના પિતા દિલ્‍હીમાં ડાન્‍સ ટીચર છે.

દીક્ષા જણાવે છે કે, ૨૯ વર્ષિય યાકુબ ઉર્ફ અમરીત રાજસ્‍થાની તેના જ ગામનો રહેવાસી છે અને તે નાનપણથી તેને જાણે છે. યાકુબ તેના ઘરે આવતો જતો રહેતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી બંને રિલેશનશિપમાં હતા.

દીક્ષા જણાવે છે કે, તે દિવસમાં ૧૮ કલાક સુધી યાકુબ સાથે વાતો કરતી હતી. તેનો પરિવાર તેની મરજી વિરુદ્ધ બીજી જગ્‍યાએ લગ્ન કરાવવા માંગતો હતો. પણ દીક્ષાને આ સંબંધ મંજૂર નહોતો, કારણ કે તેને સાંભળવામાં આવ્‍યું હતું કે તે વ્‍યક્‍તિ નશો કરતો હતો. દીક્ષાએ જણાવ્‍યું કે, ૩૦ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ તે ઘરેથી ભાગીને રતનગઢ આવી ગઈ અને યાકુબને ફોન કરીને બોલાવી લીધો.

યાકુબ પણ રતનગઢ આવી ગયો અને ત્‍યાંથી બંને જયપુર જતા રહ્યા. જયપુરથી તેમણે મુંબઈની ફ્‌લાઇટની ટિકિટ બુક કરાવી અને મુંબઈ પહોંચીને લિવ ઈનના દસ્‍તાવેજ બનાવ્‍યા. ત્‍યારથી બંને ટ્રેનોમાં આમથી તેમ ભટકતા રહે છે.

દીક્ષાએ જણાવ્‍યું કે તે પોતાની મરજીથી લિવ ઈનમાં રહે છે, પણ યાકુબ અને તેના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. દીક્ષાએ જણાવ્‍યું કે યાકુબે તેના માટે જીવન બરબાદ કરી નાખ્‍યું. એટલા માટે હવે તે તેના વિના રહી શકશે નહીં.

આપને જણાવી દઈએ કે, ૩૦ ડિસેમ્‍બરની સાંજે દીક્ષા ઘરેથી ગુમ થઈ હતી અને તેના પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં જાણવા મળ્‍યું કે, યાકુબ તેને ફોસલાવીને લઈ ગયો હતો. તેના ગુસ્‍સે થયેલા ગામલોકો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા અને ધરણાં પ્રદર્શન કર્યા હતા. યાકુબ પરણેલો છે અને ત્રણ છોકરાનો પિતા પણ છે.

દીક્ષાના પિતાએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે દીકરી રોકડા રૂપિયા અને સોનાના ઘરેણાં લઈને ભાગી છે. દીક્ષા ઘરમાંથી ૨ લાખ ૮૫ હજાર રૂપિયા રોકડા અને સાડા પાંચ તોલા સોનું અને દસ તોલા ચાંદી લઈને ભાગી છે. આ મામલામાં હવે ચૂરુ જિલ્લાની કેટલાય જગ્‍યા પર ધરણાં પ્રકદર્શન શરૂ થયા છે.

(11:16 AM IST)