News of Tuesday, 18th February 2025
કતારના અમીરને આવકારવા નરેન્દ્રભાઇ એરપોર્ટ ઉપર ગયા

ભારત આવી પહોંચેલા કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાતે દિલ્હી એરપોર્ટ ઉપર ગયા હતા. પીએમ.મોદી તરફથી આવું સન્માન ભાગ્યે જ કોઇને આપવામાં આવેલ છે. કતારના અમીર અમીનને તેઓ ભાઇ તરીકે સંબોધે છે. દિલ્હી એરપોર્ટ ઉપર કતારના અમીરને નરેન્દ્રભાઇએ ઉષ્માભર્યો આવકાર આપ્યા પછી કતારના અમીરે એરપોર્ટથી રવાના થતી વખતે નરેન્દ્રભાઇને મોટરમાંથી હાથ ઊંચો કરી ‘આવજો' કહયું અને વડાપ્રધાનશ્રીએ તેનો સુંદર જવાબ પાઠવતા લાક્ષણિક શૈલીમાં હાથ ઊંચો કર્યો
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
