News of Tuesday, 18th February 2025
ખુશીઓનો રંગ, તંત્રીશ્રીને સંગ : અકિલા પરિવારે અજિતકાકાને જન્મદિનની શુભેચ્છાથી ભીંજવ્યા
આજ સે પહેલે, આજ સે જ્યાદા, ખુશી આજ તક નહિ મિલી, ઇતની સુહાની, ઐસી મીઠી, ઘડી આજતક નહિ મિલી....

હેપી બર્થ ડે : ચંદ્ર આકાશમાં ઉગે અને ધરતી દરિયામાં આવે છે પ્રેમ હૃદય પ્રતિષ્ઠિત થાય છે અને પ્રસન્નતા જીવનમાં પ્રસરે છે. જેના જીવનની પ્રતયેક પળ પ્રસન્નતા પાથરતી રહે છે તેવા અકિલાના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૫૩ વર્ષની ૧૮ ફેબ્રુઆરીએ થયેલ આજે સુવાસિત અને પ્રકાશિત જીવનના ૭૩માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. વિદ્વતા, વિશ્વસનિયતા, વચન બંધતા, અને વાત્સલ્ય તેમની આગવી ઓળખ છે. સાદગી અને સરળતાથી શોભતા અજિતકાકાના શબ્દોમાં આત્મીયતાનું અમૃત ટપકે છે. સારા દેખાવાનો કદી પ્રયત્ન નહિ અને સારા હોવામાં કોઇ બાંધ છોડ નહિ. સિધ્ધથી નજીક અને પ્રસિધ્ધથી દુર રહે છે. શ્રી અજીતકાકા પત્રકારત્વ ક્ષેત્રની નવી પેઢીને અદકેશ આત્મવિશ્વાસ અને પ્રંચડ પૂરૂષાર્થથી અપરંપાર પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે ‘‘ જબ હોસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફીજુલ (વ્યર્થ) હૈ કદ આસમાન કા...''
અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાને આજે જન્મદિન નિમિતે અકિલા પરિવારના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રાની ઉપસ્થિતીમાં સમગ્ર અકિલા પરિવારે શુભેચ્છાથી ભીંજવ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
