News of Tuesday, 18th February 2025
૬ ફૂટ ૩ ઇંચ ઊંચાઈ, સુવર્ણ મહેલ.. લક્ઝરી કાર અને ખાનગી એરલાઇનનો સંગ્રહ
પીએમ મોદીને મળેલા આ ૪૪ વર્ષીય નેતાનું જીવન અદભૂત છે

નવી દિલ્હી, તા.૧૮: પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની ભારત પહોંચ્યા છે. પ્રોટોકોલ તોડીને, નરેન્દ્ર મોદી પોતે આમિરનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. શેખ તમીમ બીજા દેશોના સામાન્ય શાસકો જેવા નથી, તેમની રાજદ્વારી કુશળતાની સાથે, તેમની જીવનશૈલી પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે.
ઉચ્ચ દરજ્જાના શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ ત્રણ વાર લગ્ન કર્યા છે અને તેમને ૧૩ બાળકો છે. કતારના સર્વોચ્ચ નેતાને અમીરનું બિરુદ આપવામાં આવે છે. કતારની રચના થઈ ત્યારથી, આ ખિતાબ અલ-થાની પરિવારના ૧૧ સભ્યો પાસે છે અને શેખ તમીમ કતારના ૧૧મા અમીર છે.
૩ જૂન ૧૯૮૦ના રોજ જન્મેલા શેખ તમીમ ભૂતપૂર્વ અમીર હમાદ બિન ખલીફા અલ થાનીના ચોથા પુત્ર છે. તેમણે બ્રિટનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૯૮માં ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે કતાર આર્મીની કમાન સંભાળી. શેખ તમીમ બિન હમાદ અલ-થાની ૨૦૧૩ માં કતારના અમીર બન્યા અને ત્યારથી તેમની લોક-યિતા વધી રહી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૨૨ માં રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર દ્વારા તેમને વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં સામેલ કરવામાં આવ્યા હતા.
૧૩ બાળકોના પિતા શેખ તમીમે ત્રણ વાર લગ્ન કર્યા છે અને તેઓ વૈભવી જીવન જીવે છે. દોહામાં તેમનો શાહી મહેલ લગભગ US$1 બિલિયનનો છે. આ મહેલમાં ૧૦૦ થી વધુ રૂમ, એક બોલરૂમ અને લગભગ ૫૦૦ કાર માટે ર્પાકિંગની સુવિધા છે.
મહેલના કેટલાક ભાગો પર સોનાની કોતરણી કરવામાં આવી છે. શેખ તમીમની વૈભવી જીવનશૈલીમાં વિશ્વનું સૌથી મોંઘુ જહાજ પણ શામેલ છે, જેની કિંમત ૩.૩ અબજ રૂપિયા છે. આ ૧૨૪ મીટર લાંબા જહાજમાં હેલિપેડ પણ છે અને તે એક સમયે ૩૫ મહેમાનો અને ૯૦ ક્રૂ સભ્યોને સમાવી શકે છે.
અમીરની પોતાની એરલાઇન, કતાર અમીરી એરલાઇન્સ છે, જેની સ્થાપના ૧૯૭૭માં થઈ હતી, જે ફક્ત શાહી પરિવાર માટે જ કાર્યરત છે. એરલાઇન પાસે ઓછામાં ઓછા ૧૪ વિમાનોનો કાફલો છે, જેમાં ત્રણ બોઇંગ ૭૪૭નો સમાવેશ થાય છે.
કારની વાત કરીએ તો, શેખ તમીમ પાસે બુગાટી અને ફેરારીથી લઈને લેમ્બોર્ગિની અને રોલ્સ રોયસ સુધીની લક્ઝરી કાર છે, જે કાર પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે. આ જીવનશૈલીને કારણે, તેમની ગણતરી વિશ્વના સૌથી ધનિક અને વૈભવી શાસકોમાં થાય છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
