<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ ફક્ત અતૂટ નથી, પણ તે સતત મજબૂત થઈ રહ્યો છે: પીએમ મોદીનું ટ્વીટ

સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

નવી દિલ્હી :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ X પર (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને ગુજરાતમાં ભાજપની જીતને લઈ અભિનંદન પાઠવ્યા છે. 

   પીએમ  મોદીએ કહ્યું કે, તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. નોંધનીય છે કે, રાજ્યની 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ X પર (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ ફક્ત અતૂટ નથી, પણ તે સતત મજબૂત થઈ રહ્યો છે! તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે

 


 

(10:29 PM IST)