News of Tuesday, 18th February 2025
સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલ બદલવાની અરજી ફગાવી દીધી
કોર્ટે કહ્યું કે સુકેશની ફરિયાદ દિલ્હી સરકાર વિરુદ્ધ હતી. હવે સિસ્ટમમાં પરિવર્તનને કારણે આ ફરિયાદનો અંત આવ્યો

નવી દિલ્હી ;સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલ બદલવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સુકેશની ફરિયાદ દિલ્હી સરકાર વિરુદ્ધ હતી. હવે સિસ્ટમમાં પરિવર્તનને કારણે આ ફરિયાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સુકેશની અરજીને કાયદાનો દુરુપયોગ ગણાવી હતી . જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને પીબી વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે સુકેશ દ્વારા અગાઉ દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
