News of Wednesday, 19th February 2025
પટનામાં અગમકુઆન મોહલ્લા નજીક મહાકુંભથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી:5 લોકો ઘાયલ
સ્થનાનીક લોકોએ જાણ કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા

બિહારની રાજધાની પટનામાં અગમકુઆન મોહલ્લા નજીક પ્રયાગરાજમાં મહાકુંભથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી ગઈ, જેમાં પાંચ લોકો ઘાયલ થયા. અગમકુઆન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ ઘટના ન્યૂ બાયપાસ વિસ્તારમાં બની હતી જ્યારે બસ પશ્ચિમ બંગાળના સિલિગુડી જઈ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકોએ જાણ કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા હતા.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
