News of Wednesday, 19th February 2025
પંચાયતની ઓફિસમાં ક્લાર્ક પ્રેમિકાને લઈને ઘુસ્યો, અંદરથી વિચિત્ર અવાજ આવતા ગામલોકોએ બારીમાંથી જોયું : નજારો જોઈ આંખો બંધ કરી દીધી
ઝારખંડના ધનબાદ જિલ્લા અંતર્ગત અગિયારકુંડ દક્ષિણ પંચાયત ઓફિસમાં પ્રેમી કપલ દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે

ધનબાદ, તા.૧૯: ઝારખંડના ધનબાદ જિલ્લા અંતર્ગત અગિયારકુંડ દક્ષિણ પંચાયત ઓફિસમાં પ્રેમી કપલ દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે પંચાયત ભવનમાં અશ્લીલ અવાજ આવી રહ્યો હતો, તો વળી ઓફિસના દરવાજા અંદરથી બંધ હતા. તેથી ગામલોકોએ બારીએ અંદર જોયું તો પ્રેમી પંખીડા નિર્વષા અવસ્થામાં સંબંધ બનાવી રહ્યા હતા.
આ ઘટના બાદ ગામલોકોએ પોલીસને સૂચના આપી દીધી. તાત્કાલિક પોલીસ પણ આવી પહોંચી અને બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી ગઈ. સાથે બંનેના પરિવારને બોલાવીને પૂછપરછ પણ થઈ છે. જ્યાં આરોપી યુવક અમીન પંચાયત ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે. જ્યારે તેની પ્રેમિકા કાયમ પંચાયત ઓફિસમાં મળવા આવતી હતી અને શારીરિક સંબંધ બાંધતા હતા. ગામ લોકો આ વાતનો કાયમ વિરોધ કરતા હતા.
આ બાજુ ઘટનાનો દિવસ રવિવાર હતો. તેથી ઓફિસમાં રજા હતી. તેથી યુવક ફરી એક વાર પોતાની પ્રેમિકાને લઈને આવ્યો અને પંચાયત ઓફિસની અંદર પુરાઈને તાળા મારી દીધા. જે બાદ બંને શારીરિક સંબંધ બાંધવા લાગ્યા. આ દરમ્યાન પંચાયત ઓફિસની બાજુમાંથી પસાર થઈ રહેલા લોકોને વિચિત્ર અવાજ સંભળાયો. અશ્લીલ અવાજ સાંભળી ગામલોકોએ બારીએથી જોયું તો અંદર યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરી રહ્યા હતા.
આ ઘટના બાદ ગામલોકોએ પોલીસને સૂચના આપી દીધી. ગામલોકોએ તાત્કાલિક પોલીસને સૂચના આપી દીધી. પોલીસ પણ આ કિસ્સામાં ફટાફટ આવી ગઈ. જે બાદ બંનેને પોલીસ ચોકીએ લઈ ગયા. ગામલોકોનું કહેવું છે કે, આવી રીતે જાહેર સ્થળ પર આવી હરકત કરનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટના બાદ સરપંચનું કહેવું છે કે, કચેરીમાં કર્મચારીઓ જો કાયમ આવતા હોત તો આવી ઘટના ન થાત. તેમણે કહ્યું કે, કર્મચારીઓ કચેરીમાં આવે તેના માટે અનેક ફરિયાદો પણ કરી છે. તેમ છતાં વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.(૨૩.૨)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
