<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

૪૦૦ કબૂતર ઉપાડી ગયા : માલિકને ૧૦ લાખનો ચૂનો લાગ્‍યો

મેરઠમાં ચોરીની વિચિત્ર ઘટના : અનોખી ચોરી

મેરઠ, તા૧૯:  ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક એવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ચોરોએ કંઈક અલગ કામ કર્યું છે. જી હાં, ચોરી જેવી ઘટનાઓમાં હંમેશા સોના, ચાંદી અને અન્‍ય કિંમતી વસ્‍તુઓની ચોરીની વાત સામે આવે છે. પણ મેરઠમાં ચોરોએ રાત્રે એક કબૂતરના વેપારીને ત્‍યાં ૪૦૦ કબૂતર ચોરી લીધા. આ ઘટનાની જાણકારી વેપારીને ત્‍યારે થઈ, જ્‍યારે તે સવારે કબૂતરોને દાણા નાખવા ગયો હતો.

આ મામલામાં મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહે પણ બાઈટ આપી છે અને કહ્યું કે, પોલીસ સ્‍ટેશનમાં હાજી અફીમ નામના વ્‍યક્‍તિ તરફથી ૪૦૦ કબૂતરોની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેના પર હવે કાર્યવાહી કરવામાં આવશે.

મેરઠના લિસાડી ગામમાં ઘરની છત પરથી ૪૦૦ કબૂતરની ચોરી થવાની ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં કબૂતરના માલિકને કબૂતરના ઈંડા અને બચ્‍ચાં દેખાડતા જોઈ શકાય છે. ક્‍લિપમાં માલિક જણાવે છે કે, નાના કબૂતરોને બાદ કરતાં ચોર બધા કબૂતર લઈ ગયા છે. કબૂતરના માલિકે જણાવ્‍યું કે, ચોરી થયેલા ૪૦૦ કબૂતરોની કિંમત ૧૦ લાખ રૂપિયાથી પણ વધારે હતી.

તેમણે કહ્યું કે, આ ઘટનામાં ચોર સીડી બનાવીને છત પર પહોંચ્‍યા અને કબૂતરો ચોરી લીધા. જ્‍યારે સવારે તે કબૂતરોને દાણા નાખવા ગયા ત્‍યારે ચોરીની ઘટનાની જાણ થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર, હાજી અફીમ છેલ્લા ૨૦ વર્ષથી કબૂતર પાળવા અને વેચવાનું કામ કરે છે.(૨૩.૨)

 

(9:55 AM IST)