News of Wednesday, 19th February 2025
અફઘાન સરહદ નજીક પાકિસ્તાનું મોટું ઓપરેશનઃ ૩૦ થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યાનો દાવો

રાંચી તા.૧૮: પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઉત્તરપヘમિ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલો આ આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો લાંબા સમયથી ઇસ્લામિક આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યો છે. આ વિસ્તાર સ્વતંત્ર પત્રકારો અને માનવ અધિકાર જૂથો માટે દુર્ગમ માનવામાં આવે છે.
પાકિસ્તાન સેનાએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે અફઘાન સરહદ નજીક દક્ષિણ વઝીરિસ્તાનમાં એક એન્કાઉન્ટર દરમિયાન ૩૦ ઇસ્લામિક આતંકવાદીઓને ઠાર માર્યા. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર બંને દેશો (પાકિસ્તાન અને અફઘાનિસ્તાન) માં સક્રિય આતંકવાદીઓના આદિવાસી જિલ્લાને સાફ કરવાના ઓપરેશન દરમિયાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાનના અશાંત ઉત્તર-પヘમિ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. ગોળીબાર દરમિયાન ચાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
