News of Wednesday, 19th February 2025
ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ ફક્ત અતૂટ નથી, પણ તે સતત મજબૂત થઈ રહ્યો છેઃ નરેન્દ્રભાઇ
પીએમ મોદીએ સ્થાનીક ચુંટણીમાં સમર્થન-આર્શીવાદ આપવા બદલ ટ્વીટ કરી લોકોનો આભાર માન્યો

નવી દિલ્હી, તા.૧૯: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ X પર (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને ગુજરાતમાં ભાજપની જીતને લઈ અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. નોંધનીય છે કે, રાજ્યની ૬૮ માંથી ૬૬ નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે ૬૬ માંથી ૬૨ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ X પર (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ ફક્ત અતૂટ નથી, પણ તે સતત મજબૂત થઈ રહ્યો છે! તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે.
આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
