<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી મુલતવી રાખી

કોર્ટે આ કેસની ટૂંક સમયમાં સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો

નવી દિલ્હી :2023ના કાયદા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને પડકારતી અરજીઓ પર સુનાવણી મુલતવી રાખવામાં આવી. સુપ્રીમ કોર્ટ સુનાવણીની તારીખ નક્કી કરશે.

 અરજદાર વતી હાજર રહેલા વકીલે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર ફેબ્રુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યા છે. જો નવા કાયદાને જલ્દીથી રોકવામાં નહીં આવે, તો સરકાર ફરીથી નવા કાયદા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે. પરંતુ કોર્ટે આ કેસની ટૂંક સમયમાં સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અરજી મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે.

(9:07 PM IST)