<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th February 2025

કોણ છે વરરાજા જેના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થયા? સીઆરપીએફમાં આ પોસ્ટ પર તૈનાત છે

રાષ્ટ્રપતિની પીએસઓ પૂનમ ગુપ્તાએ અવનીશ તિવારી સાથે લગ્ન કર્યા :વરરાજાના સંપૂર્ણ બાયોડેટા જાણો

નવી દિલ્હી :તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિની પીએસઓ પૂનમ ગુપ્તાએ અવનીશ તિવારી સાથે લગ્ન કર્યા અને વિદાય થઈને તેના સાસરે પહોંચી ગઈ છે. અવનીશ તિવારી દેવરિયાના ભાટપર રાની વિસ્તારના બરકા દુબે ગામનો રહેવાસી છે. તેમના પિતાનું નામ અનિલ તિવારી છે જે દાર્જિલિંગમાં ચાના કારખાનામાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. પોતાની દુલ્હનની જેમ અવિનાશ પણ CRPSના આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ પર તૈનાત છે. અવનીશે પોતાનું સ્કૂલિંગ દાર્જિલિંગમાં જ કર્યું હતું. તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં તૈનાત છે

  સીઆરપીએફમાં પસંદગી બાદ પૂનમનું પ્રથમ પોસ્ટિંગ બિહારના ગયા જિલ્લામાં થયું હતું. જંગલમાં ટ્રેનિંગ દરમિયાન જ તે અવનીશ કુમારને પહેલીવાર મળ્યો હતો. અવનીશે મીડિયાને જણાવ્યું કે એક દિવસ ટ્રેનિંગ દરમિયાન પૂનમે એક ટીનમાં મેગી બનાવી અને તે મેગીના સ્વાદમાં ખોવાઈ જતા અમે બંને એકબીજાની નજીક આવી ગયા. બંનેએ પોતાના સંબંધ વિશે પરિવારને જણાવ્યું અને બંનેના પરિવાર આ પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા તૈયાર થયા અને વડીલોના આશીર્વાદથી આ લગ્ન સંપન્ન થયા.

   રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લગ્નમાં હાજરી આપી હતી અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. પૂનમ ગુપ્તા મધ્યપ્રદેશના શિવપુરીની છે અને તેણે વર્ષ 2018માં UPSC CAPF પરીક્ષામાં 81મો રેન્ક મેળવ્યો હતો. તેમણે 74માં ગણતંત્ર દિવસ પરેડમાં મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂનમ ગુપ્તાને ખૂબ પસંદ કરે છે અને તેમના વર્તનથી પ્રભાવિત થઈને તેમણે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં આ લગ્ન ગોઠવ્યા હતા.

(11:32 PM IST)