News of Thursday, 20th February 2025
2023 માં રામ નવમી હિંસાના સંબંધમાં બંગાળમાં વધુ એક આરોપીની ધરપકડ
આરોપીની ઓળખ સહ-કાવતરાખોર કામરાન કુરેશી ઉર્ફે શાહરૂખ કુરેશી તરીકે થઈ: હુગલી જિલ્લાના સેરામપુરનો રહેવાસી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં વર્ષ 2023માં રામ નવમીના અવસર પર થયેલી હિંસાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે
. બુધવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સહ-કાવતરાખોર કામરાન કુરેશી ઉર્ફે શાહરૂખ કુરેશી તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સેરામપુરનો રહેવાસી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
