News of Friday, 21st February 2025
ટ્રમ્પે ઝેલેન્સ્કીને ‘‘સાધારણ સફળ કોમેડીયન''કહ્યા
યુક્રેનમાં ચૂંટણી થવા જ દેતા નથી તેણે અમેરિકાના ૩૫૦ બિલિયન ડોલર્સ એવા યુદ્ધમાં વેડફયા કે, જે યુદ્ધ જીતી શકાય તેમ જ ન હતું‘‘ તે યુદ્ધ શરૂ થવું જ ન હતું'' ટ્રમ્પ

માર-એ-લાગો (ફ્લોરિડા) તા.૨૧: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી ઉપર તીવ્ર પ્રહારો કરતાં તેઓને સાધારણ સફળ તેવા કોમેડિયન કહ્યા હતા. સાથે તેવો પણ આક્ષેપ મૂકયો હતો કે, તેઓ યુક્રેનમાં ચૂંટણી થવા જ દેતા નથી તેઓ એક જ બાબતમાં સફળ થયા છે, તે એ કે તેઓ બાયડનને ફીડલની જેમ ઁવગાડીઁ શકયા હતા.
ઝેલેન્સ્કીએ જ્યારે તેમ કહ્યું કે, ‘‘તેઓ (ટ્રમ્પ) રશિયાએ આપેલી ખોટી માહિતીથી દોરવાયા છે. તો તે સામે -હારો કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ચૂંટણી સિવાય સરમુખત્યાર બની રહ્યા છે.''
આ ઉપરાંત ઝેલેન્સ્કીએ તેમ પણ કહ્યું હતું કે,‘‘તેઓ આ યુદ્ધ બંધ કરવા ઇચ્છે છે તેમાં જે શરતો છે તે રશિયા માટે જ તરફેણ કરે તેવી છે.''
આથી નારાજ થયેલા ટ્રમ્પે ઝેલેન્સ્કી ઉપર ઉગ્ર પ્રહારો કરતા કહ્યું‘‘વિચારી જુઓ, સાધારણ સફળ થયેલો કોમેડિયન અમેરિકા માટે આવું કહે છે. અમેરિકાએ જે જીતી શકાય નહીં તેવા યુદ્ધ માટે ૩૫૦ બિલિયન ડોલર્સ વેડફયા છે. ખરેખર તો આ યુદ્ધ શરૂ થવું જ જોઈતું ન હતું.''
ઝેલેન્સ્કીને ચૂંટણી જીત્યા સિવાયના સરમુખત્યાર કહેતાં આ સાથે ટ્રમ્પે સઉદી અરબસ્તાનમાં ચાલેલી રશિયા અને અમેરિકાનો મંત્રણાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્રથી જેટલું થાય તેટલું (તે યુદ્ધ બંધ કરવા માટે) કરવામાં આવ્યું છે.
આ સાથે અમેરિકાના પ્રમુખે કહ્યું હતું કે, તેઓ યુક્રેનને ચાહે છે પરંતુ ઝેલેન્સ્કીએ તો ભયંકર કામ કર્યું છે. તેમનો દેશ ખેદાન-મેદાન થઈ ગયો છે. વાસ્તવમાં બાયડેને પણ કશા પ્રયત્નો કર્યા ન હતા. યુરોપ પણ શાંતિ સ્થાપી શકયું નહિ.
આ પૂર્વે ઝેલેનસ્કીએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રભાવમાં છે. તેઓ ખોટી માહિતીના ચક્કર ફેલાવી રહ્યા છે અમે તે માહિતી ખોટી છે તે જાણીએ છીએ તે રશિયા તરફથી અપાઈ રહી છે. ટ્રમ્પ તે ખોટી માહિતીના ચક્કરમાં ફસાયા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
