News of Friday, 21st February 2025
સંભલ હિંસાઃ પોલીસે ૬૦૦૦ પાનાની ચાર્જસીટ દાખલ કરીઃ દુબઇનો શારિક માસ્ટમાઇન્ડ

સંભલ તા.૨૧ : જામા મસ્જિદ સર્વેક્ષણના વિરોધમાં ગત વર્ષે ૨૪ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ થયેલી હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલા ૭૯ લોકો સામે ૬૦૦૦ પાનાની ચાર્જશીટ પોલીસે દાખલ કરી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં દુબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય ઓટો-લિફ્ટરને અશાંતિ પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે નામ આપવામાં આવ્યું છે. ૨૪ નવેમ્બરના રોજ સંભલની જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાની તપાસ કરી રહેલી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે સંભલ હિંસાનો માસ્ટરમાઈન્ડ શારિક સાથા છે, જે દુબઈમાં છુપાયેલો આંતરરાષ્ટ્રીય ઓટો લિફ્ટર છે. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે હિંસા દરમિયાન ચાર લોકોના મોત માટે સારિક સાથના આકાઓ જવાબદાર હતા જેમણે ગોળીબાર કર્યો હતો અને ચાર લોકોની હત્યા કરી હતી.આ હત્યાઓ માટે જવાબદાર મુલા અફરોઝ અને મોહમ્મદ વારિસની ધરપકડ પછી, પોલીસે શારિક સાથની કુંડળીની તપાસ કરી અને જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય ઓટો લિફ્ટર કિંગપિન શારિક સાથા, દીપા સરાય, સંભલનો રહેવાસી, ભારતમાંથી ભાગી ગયો હતો અને દુબઈમાં છુપાઈ ગયો હતો. સથાને લઈને પોલીસ તપાસમાં હવે ચોંકાવનારી હકીકતો સામે આવી છે.(૨.૧૯)
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
