News of Friday, 21st February 2025
કાલે રાજસ્થાનના પ્રદેશ પ્રમુખની ઘોષણાઃ વિજયભાઇ રૂપાણી
પુર્વ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક જયપુરમાં, અદ્કેરૂ સ્વાગત કરાયુ

જયપુરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ ના કેન્દ્રીય નિરીક્ષક તરીકે જયપુર એરપોર્ટ પહોંચ્યા છે, જ્યાં તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે રાજસ્થાન ના પ્રદેશ પ્રમુખ ની જાહેરાત તેઓની ઉપસ્થિતિમાં ત્યાં થવાની છે. આ તકે મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે ‘‘ભાજપમાં, સમગ્ર સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે...વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાને કારણે, ભાજપ બૂથ સ્તરથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની ચૂંટણીઓ કરાવે છે અને તમામ પક્ષના કાર્યકરોને તક આપવામાં આવે છે. આજે હું રાજસ્થાન આવ્યો છું, પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આજથી શરૂ થશે અને કાલે જાહેરાત કરવામાં આવશે..'' (૩પ.ર૦)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
