News of Friday, 21st February 2025
ખુંખાર ગેંગસ્ટર સુરતના સજ્જુ કોઠારીની જામીન અરજી મંજુર
જેના ઉપર બે ગુજસીટોક અને ૫૦ ગુન્હા નોંધાયેલા છે તેવા : સમગ્ર એફઆઇઆર કાયદાની વિરૂધ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલી ગુજસીટોકની ફરીયાદ ગેરબંધારણીય છે : ઉત્કર્ષ દવે

રાજકોટ,તા.૨૧ : આજરોજ સુપ્રીમ કોર્ટની બેંચે ગેંગસ્ટર સાજીડ કોઠારી (સજ્જુ કોઠારી) ને જામીન મુક્ત કર્યો છે. તેના ઉપર બે ગુજસીટોકની ફરીયાદ છે. અને ૫૦ જેટલા ગુનાઓ છે. ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટાર સુરતના સજ્જુ કોઠારીની તમામ પ્રોપર્ટી ઇડીએ એટેચ્ડ કરી છે સુરત પોલીસે તેનું ઘર તોડી પાડેલ.
રાજ્ય સરકાર દ્વારા તેમની જામીનનો અરજીનો વિરોધ કરતી એફીડેવીટ ફાઇલ કરવામાં આવેલ જેને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખેલ નહીં
નામદાર સુપ્રીમ કોર્ટમાં સજ્જુ કોઠારીના ધારાશાષાી શ્રી ઉત્કર્ષ દવે દ્વારા કરાયેલી કાયદાકીય રજુઆતોને ધ્યાને લઇ આજરોજ સજ્જુ કોઠારીને જામીન મુક્ત કરતા હુકમ બાદ તે ૩ વર્ષ પછી જેલ બહાર આવશે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
