<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પ્રયાગરાજમાં સ્‍નાન કરતી મહિલાઓના વિડીયો-ફોટો ડાર્ક વેબમાં અપલોડ

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્‍પીટલ વિડીયોના આરોપીના તાર મહાકુંભ સાથે પણ જોડાયા

પ્રયાગરાજ તા. ર૧: મહાકુંભમાં સ્‍નાન કરતી મહિલાઓના વીડિયો પણ ડાર્ક વેબ પર વેચાયા છે. ડાર્ક વેબ પર અલગ અલગ વીડિયો માટે બોલી લગાવવામાં આવી છે. ટેલિગ્રામ ચેનલો પર પણ વીડિયો ખરીદવામાં અને વેચવામાં આવી રહ્યા હોવાનું પોલીસને મળેલ માહિતિમાં બહાર આવ્‍યું છે.

 પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં તાાન કરતી મહિલાઓના ગુપ્ત રીતે વીડિયો બનાવીને ડાર્ક વેબ (પોર્નોગ્રાફિક સાઇટ) અને અન્‍ય સોશિયલ મીડિયા પર વેચનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ પોલીસે આ કેસમાં ૧૩ એફઆઈઆર નોંધી છે. ઉપરાંત, ૧૦૩ સોશિયલ મીડિયા હેન્‍ડલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ વાતનો ખુલાસો ખુદ યુપી પોલીસે કર્યો છે. પ્રયાગરાજ પોલીસના જણાવ્‍યા અનુસાર, કેટલાક ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ્‍સ, ફેસબુક એકાઉન્‍ટ્‍સ અને ટેલિગ્રામ ચેનલો પર આવા વીડિયો અને ફોટા અપલોડ કરવા અંગે ફરિયાદો મળી હતી. પોલીસે તપાસ કરી ત્‍યારે જાણવા મળ્‍યું કે CCTV ચેનલ ૧૧ નામની ટેલિગ્રામ ચેનલ પર ટીઝર તરીકે કેટલીક વાંધાજનક તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.

કેટલાક ફોટો અપલોડ કરીને એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે આ ચેનલને ૧૯૯૯ રૂપિયામાં સબ્‍સ્‍ક્રાઇબ કરવા પર મહાકુંભમાં તાાન કરતી મહિલાઓના વીડિયો આપવામાં આવશે. પોલીસને અનેક ખાતાઓ મળ્‍યા છે. પોલીસે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પરથી આ એકાઉન્‍ટ્‍સ વિશે વિગતવાર માહિતી માંગી છે. યુપી પોલીસે આ કેસમાં ૧૩ એફઆઈઆર નોંધી છે અને અત્‍યાર સુધીમાં ૧૦૩ સોશિયલ મીડિયા હેન્‍ડલ સામે કાર્યવાહી કરી છે.

મહાકુંભમાં મહિલાઓ તાાન કરતી વખતે ફોટા અને વીડિયો બનાવનારાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીઓ ફક્‍ત સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે મહિલાઓના વીડિયો બનાવતા નહોતા... પરંતુ તેમનો ઉદ્દેશ્‍ય તે ફોટા કે વીડિયોને વેચીને પૈસા કમાવવાનો હતો. તપાસ દરમિયાન ડાર્ક વેબ સાથેના સંબંધોનો મામલો પણ પ્રકાશમાં આવી રહ્યો છે.

મહાકુંભમાં આ નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું હતું? ધીમે ધીમે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત પોલીસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસે ઙ્કયાગરાજમાંથી એક વ્‍યક્‍તિની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્‍યું છે કે પ્રયાગરાજમાંથી એક યુટયુબ ચેનલ ચાલી રહી હતી, જેના પર ગુજરાતની એક હોસ્‍પિટલના લેબર રૂમના વીડિયો પણ અપલોડ કરવામાં આવ્‍યા હતા. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ પ્રયાગરાજ સાથેની કડી પણ સામે આવી છે. પોલીસે આ કેસમાં પ્રયાગરાજથી ચંદ્રઙ્ઘકાશ ફૂલચંદ નામના વ્‍યક્‍તિની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ અને સિટી ક્રાઈમ બ્રાન્‍ચની ટીમોએ મહારાષ્‍ટ્રમાંથી બે લોકોની ધરપકડ પણ કરી છે. લાતુરના પ્રજ્‍વલ તૈલી અને સાંગલીના પ્રજ પાટિલની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસનો દાવો છે કે આ ત્રણેય આરોપીઓ માત્ર હોસ્‍પિટલના વીડિયો વેચતા નહોતા પરંતુ જાહેર સ્‍થળોએ મહિલાઓના વીડિયો બનાવીને વેચવામાં પણ સામેલ હતા.

(3:57 PM IST)