<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

બુલિયનમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી વચ્ચે ભાવમાં દબાણ : સોનામાં 700 અને ચાંદીમાં 300 રૂપિયાનો ઘટાડો

જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી વ્યાપક પ્રમાણમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નિકળતા ભાવમાં દબાણ

નવી દિલ્હી : જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી વ્યાપક પ્રમાણમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નિકળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમત રૂપિયા 700 ગગડી રૂપિયા 88,750 થઈ છે. શુદ્ધ સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા ગત ગુરુવારે 89,450ની નવી ઊંચી સપાટીએ પહોંચી હતી.

સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 700 ગગડી રૂપિયા 88,350 રહ્યા હતા.વૈશ્વિક બજારોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળતી હતી. દિલ્હી ખાતે ચાંદીમાં પણ રૂપિયા 300 ગગડી રૂપિયા એક લાખ આસપાસ રહી છે.

MCX ખાતે એપ્રિલ મહિનામાં સોનાનો વાયદો રૂપિયા 225 ઘટી રૂપિયા 85,799 જ્યારે MCX ખાતે ચાંદીનો વાયદો રૂપિયા 283 ગગડી રૂપિયા 96,830 રહ્યો હતો.

દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર હવામાન રહ્યું હતું. અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,000 વધી રૂપિયા 97,000 થયા છે.

જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 600 ઘટી રૂપિયા 88,800 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 600 ઘટી રૂપિયા 88,500 રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 8.42 ડોલર ગગડી 2,930.56 ડોલર જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 33.65 ડોલર પર ક્વોટ થયો છે.

(8:10 PM IST)