News of Friday, 21st February 2025
ટ્રમ્પના US ફંડિંગના દાવા પર ભારત સરકારનું પ્રથમ નિવેદન
કહ્યું- વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિતઃસંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે: આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે

નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્ર સરકારે શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે, યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી) એ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના ઈરાદાથી ભારતને ૨૧ મિલિયન ડોલરનું ફંડ ફાળવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી કે, અમે અમેરિકાની કેટલીક પ્રવૃત્તિઓ અને ફંડ અંગે અમેરિકી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લીધી છે. તેમનું નિવેદન સ્પષ્ટપણે ખૂબ જ અયોગ્ય છે. આનાથી ભારતના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતાઓ વધી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે સરકાર આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ વિના આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે ઝડપથી આ મામલે સ્પષ્ટતા રજૂ કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે મિયામીમાં એક ભાષણ આપતાં કહ્યું કે, ભારત માટે યુએસએઆઈડી ફંડ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાઈડેન પ્રશાસને આ ફંડની ભારતમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં મતદાન વધારવા માટે અમેરિકાએ શા માટે ૨૧ મિલિયન ડોલર આપવાની જરૃર પડી.
મને લાગે છે કે, તે અન્ય કોઈની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક મીડિયા રિપોર્ટમાં અમેરિકા દ્વારા યુએસએઆઈડી હેઠળ ફાળવવામાં આવેલું ૨૧ મિલિયન ડોલરનું ફંડ ભારતને નહીં પરંતુ બાંગ્લાદેશને મળ્યુ હોવાનો દાવો કરાયો છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સરકારને પાડી નાખવા તેમજ યુનુસને રાજગાદી સોંપવા આ ફંડનો ઉપયોગ કરાયો હોવાના અહેવાલો મળ્યા છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
