News of Friday, 21st February 2025
એપલ કંપનીના અન્ય દેશોમાં રહેલા પ્લાન્ટો અમેરિકા ખસેડી નાખવામાં આવશે: એપલ કંપનીએ મેક્સિકોમાં બે પ્લાન્ટ બંધ કરી દીધા અને કરોડો ડોલર નું રોકાણ કરીને નવો પ્લાન્ટ અમેરિકામાં સ્થાપશી તેવી જાહેરાત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપનીને ઊંચા ટેરિફને કારણે અન્ય દેશોમાંથી ઉત્પાદન પ્લાન્ટ યુએસએમાં ખસેડવા કહ્યું.
ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂક સાથે વાત કરી અને એપલનો નવો ઉત્પાદન પ્લાન્ટ મેક્સિકોથી યુએસએ ખસેડવા કહ્યું: ન્યુઝફર્સ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પનો હેતુ યુએસએમાં એપલ ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનો અને વેપાર સંતુલનનો સામનો કરવા માટે વિશ્વભરમાં એપલના ઉત્પાદનો અમેરિકાથી જ નિકાસ કરવાનો છે.
દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નરોના એક સમારોહમાં જણાવ્યું હતું કે એપલ કંપનીના સીઇઓ ટિમ કૂકે આ અઠવાડિયે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી બેઠક દરમિયાન કંપનીનું ઉત્પાદન મેક્સિકોથી યુએસ શિફ્ટ કરશે તેવું તેમને વચન આપ્યું છે.
ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે કૂકે "મેક્સિકોમાં બે પ્લાન્ટ બંધ કરી દીધા છે" અને તેના બદલે યુએસમાં એપલના ઉત્પાદનો બનાવશે. એપલના સીઓકે ટ્રમ્પને વચન આપ્યું છે કે એપલ કંપની યુએસમાં કરોડો ડોલરના રોકાણનુ રોકાણ કરશે. બંને નેતાઓ વોશિંગ્ટનમાં મળ્યાના બીજા દિવસે ટ્રમ્પે આ વાત જાહેર કરી હતી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
