<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) ના બીજા તબક્કા માટે અરજી કરવાની શરૂઆત

ભારતના 730થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં એક લાખથી વધુ વિધાર્થીઓને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડશે.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) ના બીજા તબક્કા માટે અરજી કરવાની શરૂઆત આજથી થઈ છે. જેમાં ભારતના 730થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં એક લાખથી વધુ વિધાર્થીઓને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડશે. 

  બીજા તબક્કા માટે ઇન્ટર્નશિપ માટે જરૂરી પાત્રતા માપદંડોના આધારે કોલેજો, યુનિવર્સિટીઓ, ITI, જોબ મેળાઓ વગેરેમાં મહત્તમ ઇન્ટર્નશિપ તકો ધરાવતા જિલ્લાઓમાં ભારતભરમાં 70થી વધુ IEC કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં PM ઇન્ટર્નશિપ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રજીસ્ટ્રાર ઑફ કંપનીના અધિકારીઓએ વિધાર્થીઓને આ યોજના અને તેના લાભો વિશે માહિતી પૂરી પાડી હતી..

 



 

(12:28 AM IST)