<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં પુણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠક:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લેશે ભાગ

બેઠકમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહેશે.

મહારાષ્ટ્રના પુણે ખાતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહની અધ્યક્ષતામાં આજે યોજાનાર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પુણેની મુલાકાતે છે. બેઠકમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહેશે.

કાઉન્સિલમાં ગુજરાત સિવાય ગોવા, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત દિવ દમણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ગુજરાત સરકાર તરફથી ડિજિટલ ગુજરાત, ઇ સરકાર, ઇઝ ઓફ લિવિંગ પર પ્રેઝન્ટેશન કરાશે. તો મહારાષ્ટ્ર તરફ થી વિલેજ એડોપ્શન, લાડલી બહેન યોજના મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે.  કેન્દ્ર સરકાર દ્વારા બીએનપીએસના નવા કાયદાઓ સંદર્ભે સુચનાઓ આપવામાં આવે તેવી પણ એક શક્યતા રહેલી છે.

(1:13 PM IST)