<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

મહાકુંભમાં અત્‍યાર સુધીમાં ૬૦ કરોડ લોકોએ સંગમમાં ડુબકી લગાવી

મહાશિવરાત્રીએ છેલ્લુ સ્‍નાન યોજાશે

પ્રયાગરાજ, તા.૨૨: મહાકુંભમાં સ્‍નાન કરનારા ભક્‍તોની સંખ્‍યા ૬૦ કરોડને વટાવી ગઈ છે. આજે ૭૧ લાખ ૧૮ હજાર ભક્‍તોએ દર્શન કર્યા છે. મહાકુંભનું છેલ્લું સ્‍નાન મહા શિવરાત્રીના દિવસે થાય છે. જેમાં ૪ દિવસ બાકી છે. પરંતુ તે પહેલાં પણ સ્‍નાન કરનારા લોકોની સંખ્‍યા ૬૦ કરોડને વટાવી ગઈ છે. મહાકુંભમાં ભક્‍તોની સતત ભીડ અંગે મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કહ્‍યું કે, અનુકૂળ વાતાવરણનું પરિણામ છે કે અત્‍યાર સુધીમાં ૬૦ કરોડથી વધુ ભક્‍તોએ મહાકુંભ ૨૦૨૫ પ્રયાગરાજમાં શ્રદ્ધાની પવિત્ર ડૂબકી લગાવી છે.

કેટલીક જગ્‍યાએ, જ્‍યાં વધુ ભીડ હોય છે, ત્‍યાં વધુ સાવધાની રાખવામાં આવી રહી છે. અમારી ટીમ સતત મોટા અવાજે જાહેરાત કરે છે કે કોઈ પણ પ્રકારના વીડિયો બનાવવા ન જોઈએ, પરંતુ કેટલાક ગુનાહિત પ્રકારના લોકો એવા છે જેમણે સોશિયલ મીડિયા પર આવા વીડિયો અપલોડ કર્યા છે. અમે આ મામલે FIR દાખલ કરી છે. ધરપકડો ટૂંક સમયમાં થશે.

મુખ્‍યમંત્રી યોગીએ કહયું કે ૧૩ જાન્‍યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી દેશની અડધી વસ્‍તીએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ દુનિયાનો અત્‍યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જ્‍યાં આટલી મોટી સંખ્‍યામાં ભક્‍તો પહોંચ્‍યા છે અને સ્‍નાન કર્યું છે. મહાકુંભમાં ભક્‍તોની ભીડ. મધ્‍યરાત્રિ ૧૨:૦૦ થી સવારે ૧૦:૦૦ વાગ્‍યા સુધી, ૫૮૦૦૦ વાહનો પ્રયાગરાજ કુંભ મેળામાં આવી પહોંચ્‍યા છે. ડીઆઈજી મહાકુંભ વૈભવ કળષ્‍ણએ જણાવ્‍યું હતું કે શિવરાત્રી સ્‍નાન માટે વધુ ફોર્સ તૈનાત કરવામાં આવશે. ભક્‍તો માટે ઘણા વધુ ફેરફારો કરવામાં આવશે.

(3:41 PM IST)