<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

શિવરાજસિંહ ચૌહાણને ફ્‌લાઇટમાં તૂટેલી સીટ પર કરવી પડી મુસાફરી : મંત્રીએ કહયું- એર ઇન્‍ડિયા ના સુધરી

શિવરાજજી, સોરી...એરઇન્‍ડિયાએ માંગી માફી

નવી દિલ્‍હી, તા.૨૨: કેન્‍દ્રીય કળષિ મંત્રી અને મધ્‍યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઈન્‍ડિયાની ફ્‌લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી. તેમણે આ માટે એર ઈન્‍ડિયા પ્રત્‍યે નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે કહયું કે મને આશા હતી કે ભારત સરકાર પાસેથી ટાટા મેનેજમેન્‍ટને એર ઇન્‍ડિયાની કમાન સોંપાયા પછી પરિસ્‍થિતિમાં સુધારો થશે, પરંતુ તે ભ્રમ સાબિત થયો. તેમણે કહયું કે એરલાઇન્‍સ મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.

શિવરાજ સિંહ ચૌહાણે X પર એક લાંબી પોસ્‍ટ લખી છે અને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. તેમણે લખ્‍યું, આજે મારે ભોપાલથી દિલ્‍હી આવવાનું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ધાટન કરવાનું હતું, કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનની બેઠક યોજવાની હતી અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્‍ડિયાની ફ્‌લાઇટ નંબર AI436 પર ટિકિટ બુક કરાવી હતી અને મને સીટ નંબર 8C ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર દટાયેલી હતી. સીટ પર બેસવું તકલીફદાયક હતું.''

શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહયું કે, ‘‘જ્‍યારે મેં એરલાઇન સ્‍ટાફને પૂછયું કે જો સીટ ખરાબ હતી તો તેને કેમ ફાળવવામાં આવી? તેમણે કહયું કે મેનેજમેન્‍ટને અગાઉ જાણ કરવામાં આવી હતી કે આ સીટ સારી નથી અને તેની ટિકિટ વેચવી ન જોઈએ. આવી એક જ સીટ નથી પણ બીજી ઘણી સીટ છે.

શિવરાજે કહયું, ‘‘મારા સાથી મુસાફરોએ મને મારી સીટ બદલવા અને સારી સીટ પર બેસવા માટે આગ્રહ કર્યો, પણ હું મારા માટે બીજા મિત્રને કેમ તકલીફ આપું, મેં નક્કી કર્યું કે હું આ સીટ પર બેસીને મારી મુસાફરી પૂર્ણ કરીશ.''

તેમણે કહયું, ‘‘મારો ખ્‍યાલ હતો કે ટાટા મેનેજમેન્‍ટ દ્વારા એર ઇન્‍ડિયાનો કબજો લેવામાં આવ્‍યા પછી તેની સેવામાં સુધારો થયો હોત, પરંતુ તે મારી ખોટી માન્‍યતા સાબિત થઈ. મને બેસવામાં થતી અગવડતાની પરવા નથી પણ મુસાફરો પાસેથી પૂરેપૂરી રકમ વસૂલ્‍યા પછી ખરાબ અને અસ્‍વસ્‍થતાવાળી સીટ પર બેસાડવી એ અનૈતિક છે. શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી? શું એર ઇન્‍ડિયા મેનેજમેન્‍ટ ભવિષ્‍યમાં કોઈ પણ મુસાફરને આવી અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પગલાં લેશે કે પછી મુસાફરોની તેમના ગંતવ્‍ય સ્‍થાને વહેલા પહોંચવાની મજબૂરીનો લાભ લેવાનું ચાલુ રાખશે?

(3:42 PM IST)