<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

૨૦૨૫માં FIIએ ૧,૨૪,૨૬૨ કરોડ રૂપિયાના શેર વેચ્‍યા

ભારતમાં FII વેચાણ ચાલુ રહેવાની શકયતા છે

મુંબઇ, તા.૨૨: ગઇકાલે, વિદેશી સંસ્‍થાકીય રોકાણકારો (FII/FPI) એ રૂ. ૩,૪૫૦ કરોડના શેર વેચીને ચોખ્‍ખા વેચાણકર્તા બન્‍યા, જ્‍યારે સ્‍થાનિક સંસ્‍થાકીય રોકાણકારો (DII) એ રૂ. ૨,૮૮૫ કરોડના શેર ખરીદીને ચોખ્‍ખા ખરીદદાર બન્‍યા.

 ૨૧ ફેબ્રુઆરીના ટ્રેડિંગ સત્ર દરમિયાન, DII એ ૧૨,૮૮૯ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને ૧૦,૦૦૪ કરોડ રૂપિયાના શેર વેચ્‍યા. FII એ રૂ. ૧૦,૧૪૪ કરોડના શેર ખરીદ્યા અને રૂ. ૧૩,૫૯૩ કરોડના શેર વેચ્‍યા. આ વર્ષે અત્‍યાર સુધીમાં, FII એ ૧,૨૪,૨૬૨ કરોડ રૂપિયાના શેર વેચ્‍યા છે. જ્‍યારે DII એ ૧,૨૯,૨૯૦ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

નિફ્‌ટી અને સેન્‍સેક્‍સ લાલ નિશાનમાં ટ્રેડિંગ બંધ થયા. ગઈકાલે બંને ૦.૬૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા. જ્‍યાં સેન્‍સેક્‍સ ૭૫,૨૪૭.૩૯ પોઈન્‍ટ પર પહોંચ્‍યો. નિફ્‌ટી ૨૨,૭૬૩.૨૦ પોઈન્‍ટ પર જોવા મળ્‍યો. સેક્‍ટોરલ ઇન્‍ડેક્‍સમાં, ફક્‍ત નિફ્‌ટી મેટલ જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહયો હતો જ્‍યારે નિફ્‌ટી ઓટો સૌથી ખરાબ પ્રર્શન કરનાર હતો.

બજારના પ્રદર્શન અંગે, જિયોજિત ફાઇનાન્‍શિયલ સર્વિસીસના વીકે વિજયકુમારે જણાવ્‍યું હતું કે, ‘‘ટ્રમ્‍પની ટેરિફ ચેતવણીઓના સંદર્ભમાં, બજાર ઓટો અને ફાર્માસ્‍યુટિકલ્‍સ જેવા સંભવિત ટેરિફ લક્ષ્યો પર નકારાત્‍મક પ્રતિક્રિયા આપી રહયું છે અને સ્‍થાનિક વપરાશમાં તકો શોધી રહયું છે. ટેરિફ ચેતવણીઓથી આને અસર થશે નહીં. આ ટૂંકા ગાળાનો ટ્રેન્‍ડ હોવાની શક્‍યતા છે કારણ કે ટ્રમ્‍પની વ્‍યૂહરચના ટેરિફ લાદવાની ધમકી આપવાની અને પછી યુએસ નિકાસ પર ટેરિફ ઘટાડા માટે વાટાઘાટો કરવાની છે. આને અમલમાં મૂકવામાં સમય લાગશે.''

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ભારતમાં FII વેચાણ ચાલુ રહેવાની શક્‍યતા છે. ખાસ કરીને તેઓ ચીની શેરોમાં નવેસરથી રસ લઈ રહયા છે. હાલમાં ચીની શેરબજાર સસ્‍તા છે અને તેમાં સ્‍માર્ટ રિકવરી જોવા મળી રહી છે. તેમણે કહયું, ‘‘FIIsની વેચવાલીથી લાર્જ કેપ્‍સ પર દબાણ રહેશે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક તક છે. સંરક્ષણ ક્ષેત્ર જેવા પસંદગીના મિડકેપ શેરોમાં ખરીદી જોવા મળી શકે છે, કારણ કે સંરક્ષણ ક્ષેત્રમાં કરેક્‍શન આવ્‍યું છે અને હવે આ ક્ષેત્રના શેર સારા ભાવે ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત, આ ક્ષેત્રમાં FIIsની વેચવાલીનું કોઈ જોખમ નથી.''

(4:31 PM IST)