<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

એલોન મસ્કના 4 વર્ષના દીકરાએ જે ટેબલ પર નાક સાફ કર્યું તે ઐતિહાસિક ટેબલ ટ્રમ્પે બદલાવી નાખ્યું

.સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:145 વર્ષ જુની ટેબલ એક જ ધડાકે બદલી દેવાયું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલન મસ્કની મિત્રતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. થોડા દિવસો પહેલા જ ટ્રમ્પની સાથે એલન મસ્કના પુત્રની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની કુર્સી પર બેઠાલા હતા અને એલન મસ્કનો પુત્ર પણ ત્યાં ઉભેલો હતો. મુલાકાત દરમિયાન એલન મસ્કનો પુત્ર ઘણો ચર્ચામાં રહ્યો હતો.


આ મુલાકાત દરમાયન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એલન મસ્કનો પુત્ર નાક ખંજવાળતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મસ્કનો પુત્ર નાકમાં આંગળી નાખી રહ્યો હતો અને 145 વર્ષ જુના રિજોલ્યૂટ ટેબલ પાસે જ ઉભો હતો. હવે ટ્રમ્પે આ ટેબલને બદલી લીધું છે. જો કે તેને અસ્થાઇ પરિવર્તન ગણાવવામાં આવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવા ટેબલની સાથે ઓવલ ઓફીસની તસ્વીર શેર કરી છે. જો કે ટમર્પે તઆ ટેબલ કેમ બદલ્યું છે તેની માહિતી હજી સુધી આપવામાં આવી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું કે, ચૂંટણી બાદ રાષ્ટ્રપતિને 7 ટેબલમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. આ ડેસ્ક c&o ખુબ જ પ્રખ્યાત પણ છે. તેનો ઉપયોગા રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબલ્યૂ બુશ અને અન્ય લોકો માટે વ્હાઇટ હાઉસમાં અસ્થાયી રીતે રાખવામાં આવ્યું છે. રેજોલ્યુટ ડેસ્કને રિપેરિંગની જરૂર છે. જે ખુબ જ જરૂરી કામ છે. માટે તેને એક ખુબ જ સુંદર ટેબલ સાથે રિપ્લેસ કરવામાં આવ્યું છે.

 

(7:34 PM IST)